આમોદ તાલુકા પંચાયત કચેરી CCTV કેમેરાથી સજ્જ
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકા પંચાયત કચેરીમાં અને તાલુકા પંચાયત કચેરીની ચારે બાજુ વર્ષ ૨૦૨૧-૨૨ ના ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ૨૦ ટકા ગ્રાન્ટમાંથી ૧૬ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે અનેક અરજદારો આવતા હોય છે. તેમજ વહીવટી કામમાં પણ સરળતા અને સુગમતા રહે તે હેતુથી તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી લગાડવામાં આવ્યા છે. આ બાબતે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવના બને અને સુરક્ષા વ્યવસ્થાના ઉમદા હેતુસર સીસીટીવી લગાડવામાં આવ્યા છે.