Western Times News

Gujarati News

અંકલ સાથે પ્રેમ થતાં બોયફ્રેન્ડને છોડી મુક્યો

નવી દિલ્હી, પ્રેમ એક અલગ પ્રકારની લાગણી છે, જે એક વાર લાગી જાય પછી માણસને કંઈ યાદ નથી રહેતું. કહેવાય છે કે, પ્રેમમાં ઉંમર, ધર્મ અને ગરીબી-અમીરી કંઈ મતલબ નથી. ત્યારે જ તો ૨૪ વર્ષની એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડને છોડીને પિતાની ઉંમરના શખ્સ સાથે લગ્ન કરી લીધા. કોલેજકાળથી જે યુવક સાથે લગ્ન કરવાના સપના જાેઈ રહી હતી, તેની સાથે તેણે એક સેકન્ડમાં સંબંધ તોડી નાખ્યો.

લગ્નના અણીના સમયે બોયફ્રેન્ડ સાથએ લગ્ન માટે એટલા માટે ના પાડી દીધી કેમ કે તે ખુદ ૨૪ વર્ષ મોટા એક શખ્સના પ્રેમમાં પાગલ થઈ ચુકી હતી. અમાંડા કૈનન નામની આ છોકરીએ એક નવા પાર્ટનરની ઉંમર તેના પિતા બરાબર છે અને એક બાળકને જન્મ આપનારી છે.

જ્યારે આ પરિવાર સાથે તે દેખાઈ તો, લોકો જમાઈ અને તેની સાસુને પતિ-પત્ની સમજી રહ્યા હતા. જાે કે, આ કપલને તેનાથી કોઈ ફરક નથી પડતો. વર્ષ ૨૦૧૭માં અમાંડાએ પહેલી વાર રેડિયો ડીજે એસને જાેયા હતા.

૫૪ વર્ષના એસ પર ૨૪ વર્ષની અમાંડાને પ્રેમ થયો અને તે તેની દિવાની થઈ ગઈ. આ બાજૂ છુટેછેડા લીધેલા એવા એસ, જે પહેલા લગ્ન નહીં કરવાની કસમ ખાધી હતી, અમાંડાને જાેઈને આ કસમ તોડી નાખવા મજબૂર થયો. ૪ વર્ષ સુધી આ બંનેને રિલેશન ચાલ્યો અને આખરે જાન્યુઆરી ૨૦૨૧માં આ કપલે લગ્ન કરી લીધા. તે જ વર્ષે જૂન મહિનામાં તેણે એક બાળકને જન્મ આપ્યો.

અમાંડાનું કહેવું છે કે, તેને તો ખાલી પ્રેમ થયો. જ્યારે એસ જણાવે છે કે, અમાંડાની સુંદરતાનો તે દિવાનો થઈ ગયો હતો. અમાંડાની માતા અને એસની ઉંમર એકસરખી છે. ત્યારે આવા સમયે આ સંબંધ થોડો વિચિત્ર તો લાગે. પણ તે કહે છે કે, જ્યારે આપ મોટી ઉંમરના શખ્સને ડેટ કરો છો, તો તેની પ્રેમિકા કહેવડાવવાનું થોડુ અજીબ લાગે. લોકો ઘણી વાર બાપ દીકરી સમજી લે છે. જાે કે, અમાંડાની ઉંમર એસની દીકરીથી ફક્ત ૭ વર્ષ વધારે છે. પણ તે આ રિલેશનને પરફેક્ટ માને છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.