Western Times News

Gujarati News

Cyber Crime ટીમે ગઠીયાઓનું એકાઉન્ટ ફ્રીઝ કરી ૬૪.૧૦ લાખથી વધુની રકમ પરત મેળવી

અરવલ્લી જીલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલાઓને રૂપિયા પરત મળ્યાં

મોડાસા, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઈન ફ્રોડનો સેલ દ્વારા ઓનલાઈન ફોડનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૮૦૦ અરજદારોને ઓનલાઈન ફરીયાદી નોધાવી હતી. Cybercrime team freezes frauders’s account and recovers over 64.10 lakhs

જેમાં ૧.૦૮ કરોડથી વધુ રૂપિયા સાયબર ગઠીયાઓને ઓનલાઈન સેરવી લઈ છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ ટીમે ઓનલાઈન સાયબર ગઠીયાઓનું એકાઉન્ટ ફ્રીઝ કરી ૬૪.૧૦ લાખથી વધુ રૂપિયા પરત અપાવવા કાર્યયવાહી હાથ ધરવામાં આવતા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અરવલ્લી સાયબર ક્રાઈમ સેલના ઈન્ચાર્જ પી.આઈ.કે. ડી.ગોહીલના જણાવ્યયા અનુસાર ઠગાબાજાે કંપનીના ઈ-મેઈલ હેક કરી ફોન ઉપર બેક અધિકારીની ખોટી ઓળખઆપી એટીએમ કાર્ડ ફ્રોડ-ક્રેડીટ કાર્ડ, લોટરી,

કાર્ડ નોકરી ફ્રોડ, શોપીગ ફ્રોડ, ઈલેકટ્રીક લાઈટ બીલ ફ્રોડ, ઈન્સ્ટન્ટ લોન ફ્રોડ અને ઓએલએકસ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાથી લોકોએ સાવચેત રહેવું ખુબ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.