ધાણીમાં ગત વર્ષ કરતા ભાવમાં ૨૦ ટકાનો વધારો
અમદાવાદ, હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના બજારોમાં ધાણી, દાળિયા, ખજુર, પતાસાના હારડાનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ધાણી સહિતની ચીજવસ્તુઓમાં સરેરાશ ૨૦ ટકાનો ભાવ વધારો થયો છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે ધાણી, દાળિયા, ખજુર, પતાસા ખાવાનો અનન્ય મહિમા રહેલો છે.
આજે પણ હોળી પ્રગટાવાય ત્યારે ખજુર, ધાણી, દાળિ યા અને ચણા હોળીમાં પધરાવી હોળીની પ્રદક્ષિણા લોકો ફરે છે. ભરૂચ શહેરમાં અલગ અલગ સ્થળોએ હોળી ધુળેટી પર્વે ધાણી, ખજુર, પતાસાના હારડાનું વેચાણ થઇ રહ્યુ છે.
ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં જયેશ ચણાવાલા હોળી પર્વે છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષથી ધાણી, ખજૂર, હારડા, ચણા, સીંગનું વેચાણ કરે છે. જયેશ ચણાવાલા અને તેઓનો પુત્ર કમલ ચણાવાલા મકાઈની લાલ ધાણી, ચણા, ખજૂર, મમરા, મગફળી, હારડાનું વેચાણ કરે છે.
ચાલુ વર્ષે ધાણી, ચણા, ખજૂર, મમરા, હારડાના ભાવમાં ગત વર્ષ કરતા ૨૦ ટકાનો ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. મોટી ધાણીનો ભાવ કિલોના ૧૦૦ રૂપિયા, નાની ધાણીનો ભાવ કિલોએ ૮૦ રૂપિયા, ચણાનો ભાવ અઢીસોના ૪૦ રૂપિયા, ખજૂરનો ભાવ કિલોએ ૧૪૦ રૂપિયા, મગફળીનો ભાવ કિલોએ ૧૬૦ રૂપિયા, હારડાનો ભાવ કિલોએ ૧૨૦ રૂપિયા છે.
વેપારી જયેશ ચણાવાલાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે હોળી પર્વની ધાણી સહિતની વસ્તુઓની ખરીદીમાં મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાે કે છેલ્લા દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટશે. તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.SS1MS