Western Times News

Gujarati News

પીચકારીના ભાવમાં ૩૦થી ૫૦%નો ભાવ વધારો થયો

અમદાવાદ, સ્કલ બેગ, છત્રી, ટાંકી, માછલી, પંપ, ગોગલ્સ, બંદૂક, મોટુ પાટલુ, બાર્બી ડોલ, ડોરેમોન, હલ્ક, ફૂટ ટેકનિક ગન જેવા આકારની પિચકારી – આ તમામ નવા રંગની પિચકારી આ વર્ષે ટ્રેન્ડમાં છે. લોકો દર વર્ષે ચાલતી પાઈપ એટોમાઈઝર પિચકારી પણ ખરીદી રહ્યા છે.

જાે તમે બાળકો સાથે ખરીદી કરવા જાઓ છો, તો તમારે એક નહીં પરંતુ બે પિચકારી બાળકને અપાવવી પડશે, કારણ કે પિચકારીને બજારમાં એટલી આકર્ષક રીતે લોન્ચ કરવામાં આવી છે. આ તમામ પિચકારીઓ બાળકોના કોમિક્સ અને કાર્ટૂન અથવા ફિલ્મોના હીરોના આકારમાં બનાવવામાં આવે છે.

જાેકે આ વખતે કલર પિચકારી મોંઘી છે. આ વખતે ચીન તરફથી કોઈ પુરવઠો નથી અને ભારતમાં એટલું ઉત્પાદન પણ નથી, તેથી જ કિંમત સામાન્ય રીતે ૩૦% થી ૫૦% વધી છે. સ્કૂલ બેગ અને બંદૂકના આકારના એટોમાઈઝર સૌથી મોંઘા છે, જે ૭૫૦ થી ૧૦૦૦ રૂપિયામાં વેચાય છે.

જાે તમે સામાન્ય પિચકારી લો તો પણ તે રૂ.૧૫૦ થી શરૂ થાય છે. ગત વર્ષની સરખામણીએ લોકો વધેલા ભાવથી ખરીદી તો કરી રહ્યા છે, પરંતુ તેમના બજેટ મુજબ. પરંતુ આ વખતે મોટાભાગે ભારતમાં મેડ ઈન ઈન્ડિયા પિચકારી ઉપલબ્ધ છે, તેથી લોકો તેને થોડી વધારે કિંમત ચૂકવીને પણ ખરીદે છે.

બીજી તરફ વિવિધ ક્લબમાં પણ ધુળેટીના દિવસે ઉજવણીનો થનગનાટ છે. રાજપથ ક્લ્બમાં તો ત્રણ વર્ષ બાદ ધુળેટીની ઉજવણી થવાની છે. રાજપથ ક્લબના એન્ટરટેઇન્મેન્ટ કમિટીના ચેરમેન મનીષભાઈ શાહ જણાવે છે કે છેલ્લે અમે ક્લ્બમાં ૨૦૧૯ માં ઉજવણી કરી હતી.

બાદમાં કોરોનાના કારણે આયોજ ન જ નથી થયું. આ વર્ષે તો ડીજેના તાલે અને ફુલગુલાબી માહોલમાં ઉજવણી થશે. જાેરદાર તૈયારી કરી લેવામાં આવી છે, અને પાંચ હજાર લોકો રાજપથ ક્લ્બમાં ઉજવણી કરવા આવે તેવી સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.