Western Times News

Gujarati News

મહિલાઓના સ્કર્ટ પહેરીને ઓફિસે જાય છે ૩ બાળકોનો પિતા

પત્નીને નથી પડતો કોઈ ફરક

૨૦ વર્ષ સુધી એક જ પ્રકારના કપડા પહેરીને થાકી ચુકેલા માર્કે પોતાની સ્ટાઈલ બદલી અને વર્ષ ૨૦૧૫માં તેણે હાઈ હીલ્સ પહેરવાનું શરુ કર્યું

નવી દિલ્હી, માણસ શું છે પહેરે છે અને શું નથી પહેરતો, એ તેની પસંદગીનો વિષય છે. મતલબ લોકો મહિલાના વસ્ત્રો પર મોટા ભાગે કમેન્ટ કરતા હોય છે અને તેમને સલાહ આપતા હોય છે કે, કપડા કેવી રીતે પહેરવા જાેઈએ. પણ કપડાને લઈને દરેક વ્યક્તિ પોતાની પસંદ-નાપસંદ રાખતા હોય છે. હવે એક અમેરિકન શખ્સને જ લઈ લો. જે પુરુષો હોવા છતાં પણ તેને મહિલાના કપડાં ખૂબ પસંદ આવે છે.

Man Wears Skirts and Heels at Office

અમેરિકાના ટેક્સાસનો મૂળ નિવાસી માર્ક જર્મનીમાં રહે છે અને તે વ્યવસાયે રોબોટિક એન્જીનિયર છે, તે પોતાની ઓફિસે આવા જ કપડા પહેરીને જાય છે. તેનું કહેવું છે કે, તે કપડામાં કોઈ જેન્ડર જાેતો નથી. એક જેવા કપડા પહેરીને તે કંટાળી ગયો અને પછી આવું એક્સપેરિમેન્ટ શરુ કર્યું. ૬૩ વર્ષના આ શખ્સનું નામ માર્ક બ્રાયન છે, તે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં છે. જાે મહિલા પેન્ટ સૂટ પહેરી શકે તો, માર્ક પણ ગમે ત્યાં મહિલાઓના સ્કર્ટ અને ફુટવિયર તરીકે હાઈ હીલ્સ પહેરીને નીકળી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Mark Bryan (@markbryan911)

પોતાની પત્ની સાથે શોપિંગ કરતી વખતે તેને આ પ્રકારના કપડાની સમજ આવવા લાગી. ૨૦ વર્ષ સુધી એક જ પ્રકારના કપડા પહેરીને થાકી ચુકેલા માર્કે પોતાની સ્ટાઈલ બદલી અને વર્ષ ૨૦૧૫માં તેણે હાઈ હીલ્સ પહેરવાનું શરુ કર્યું. જાે કે, લોકોએ ઓફિસમાં તેની મજાક ઉડાવી અને અમુક લોકોએ તો તેને સમલૈંગિક પણ કહ્યો. એક સફળ લગ્ન અને ૩ બાળકોના પિતા બની ચુકેલા માર્કનું સ્પષ્ટ કહેવું છે કે, કપડાના કોઈ જેન્ડર હોતા નથી.

તેને જે પણ પહેરવાનું સારુ લાગે છે તે, પહેરી શકે છે. તેની પત્નીને પણ પોતાના પતિની આવી અતરંગી સ્ટાઈલ સામે કોઈ વાંધો નથી. છેલ્લા પાંચ વર્ષથી તે ઓફિસ જતી વખતે સ્કર્ટ અને હીલ્સ પહેરીને જાય છે. માર્ક જણાવે છે કે, કોલેજના સમયથી જ પોતાની સ્ટાઈલમાં ચેન્જ લાવવાનું વિચારતો હતો. તે પહેલા હાઈ હીલ્સ જાહેરમાં નહોતો પહેરતો, પણ રુમમાં પહેરીને જાેયું.

 

View this post on Instagram

 

A post shared by Mark Bryan (@markbryan911)

તેનું કહેવું છે કે, હીલ્સ પહેરવાથી તેનામાં કોન્ફીડેન્સ આવ્યો. તે મેન સ્ટાઈલના ટોપ્સની સાથે ફીમેલ સ્કર્ટ્‌સને કૈરી કરે છે. છ ફુટની હાઈટ સાથે તેની આ સ્ટાઈલ જાેવામાં ખૂબ જ ઈમ્પ્રેસિવ લાગે છે. માર્ક ફક્ત ફુટબોલ પિચ પર સામાન્ય બૂટ કે કપડામાં રહે છે, કારણ કે ત્યાં તેની જરુર પડતી નથી. લોકો તેને ઘણી વાર વિચિત્ર નજરે જુએ છે, પણ માર્કનું કહેવું છે કે, તે એવી ઉંમરમાં છે, જ્યાં તેને આવી બધી વાતોથી કોઈ ફરક પડતો નથી.ss1

 

View this post on Instagram

 

A post shared by Mark Bryan (@markbryan911)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.