Western Times News

Gujarati News

ઉદ્ધવ ઠાકરે આવતી કાલે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

મુંબઇ,  શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી હતી. ગયા અઠવાડિયે અચાનક ભાજપે બાજી મારી લેતાં હવે શિવસેના અને સાથીઓ સમજી વિચારીને પગલાં ભરી રહ્યાં છે.  એક અટકળ મુજબ મહારાષ્ટ્રના ટોચના જ્યોતિષીની સલાહ મુજબ ઉદ્ધવે શપથવિધિની તારીખ નક્કી કરી હતી.

અગાઉ પહેલી ડિસેંબર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે ગુરૂવારે 28 નવેંબરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્ય પ્રધાન તરીકેનો શપથવિધિ યોજાશે.આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી. જેને  બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા. આમ તો 28 ડિસેંબરની તારીખ પણ રદ થવાની હતી. એકવાર એવી જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી એ તારીખ અંકે કરાઇ અને સમય નક્કી થયો. હવે આવતી કાલે સાંજે શપથવિધિ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.