ભાઈએ ૮૦ લાખ ખર્ચીને બનાવ્યો અનોખો પલંગ
નવી દિલ્હી, જાે સામાન્ય માણસને લગ્નનો અનુભવ પુછવામાં આવે તો, તે લગ્ન નહીં કરવાની સલાહ આપશે. એક જ લગ્નથી લોકો એટલા ત્રસ્ત થઈ જતાં હોય છે કે તે ફરી વાર કરવાની હિંમ્મત નથી કરતા, પણ બ્રાઝિલમાં રહેતા આર્થરની હિમ્મતની દાદ આપવી જાેઈએ. આ શખ્સે એક બે નહીં પણ એક સાથે નવ મહિલાઓ સાથે લગ્ન કરીને સનસની મચાવી દીધી છે.
આ તમામ લગ્ન એક જ મંડપ નીચે થયા છે. આમ તો આર્થરના લગ્ન ગેરકાયદેસર હતા, પણ તેમ છતાં પણ તેમના લગ્ન ખૂબ ચર્ચામાં છે. નવ પત્નીને આર્થર સંભાળી શક્યો નહીં. આજની તારીખમાં ચાર પત્નીઓ તેને છુટાછેડા આપી ચુકી છે. હાલમાં જ આર્થરે ૫૧ની એક મહિલા સાથે લગ્ન કરીને પત્નીની સંખ્યાને ૬ કરી દીધી છે.
આર્થ પોતાની દરેક પત્નીને બરાબર પ્રેમ આપવા માગે છે. કોઈની પણ સાથે નાઈંસાફી ન થાય, તેના માટે તેણે એક મોટો પલંગ બનાવ્યો છે. તે પોતાની તમામ પત્નીઓ સાથે આ જ પલંગમાં સુવે છે. તેને ડર હતો કે, ક્યાંક તેમની પત્નીઓને એ ન લાગે કે કોઈ એકને વધારે પ્રેમ કરે છે.
View this post on Instagram
આ કારણે તેને સૌની સાથે એક સાથે સુવા માટે એક પલંગ બનાવ્યો છે. આર્થરે ૬ પત્નીઓ સાથે સુવા માટે વીસ ફુટનો પલંગ બનાવ્યો છે. આ પલંગ ૨૦ બાય ૨૦ ફુટ છે. તેને બનાવવામાં લગભગ ૮૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ બેડ એટલો મોટો છે કે, તેને બેડરુમમાં અસેમ્બલ કરવામાં જ આર્થરને ૧૫ મહિનાનો સમય લાગ્યો હતો. સાથે જ તેને બનાવવામાં બાર લોકોની મહેનત લાગી છે. પલંગ તૂટે નહીં તેના માટે પલંગમાં લગભગ સાડા નવસો સ્ક્રૂ લગાવ્યા છે.
પલંગની મજબૂતીનું ખાસ ધ્યાન રાખ્યું છે. આર્થરે જણાવ્યું છે કે, કેટલીય વાર તેને સોફા પર પત્નીઓની સાથે સુવું પડે છે, પણ હવે બધાં એક સાથે એક જ પલંગ પર સુવાનું રાખશે. ઈંસ્ટાગ્રામ પર લગભગ બે લાખ ફોલોવર્સ વાળા આર્થરે પોતાની દરેક પત્નીને ખાસ માને છે. તેણે જણાવ્યું કે, તે દરેક પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા માગે છે.
View this post on Instagram
તેના માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર છે. આપને જણાવી દઈએ કે, આર્થર અને તેની પ્રથમ પત્ની લિયાનાએ ૨૦૨૧માં કેટલાય લગ્ન કરવાના આઈડીયા વિશે વિચાર્યું છે. ત્યાર બાદ તેમણે એક ચર્ચમાં નવ મહિલા સાથે લગ્ન કર્યા. તેને તસ્વીરે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી હતી. પણ ધીમે ધીમે તેની પત્નીઓમાં બળતરાની ભાવના થવા લાગી, ત્યાર બાદ ચાર મહિલાએ છુટાછેડા આપી દીધા હતા.SS1MS