અભિનેતા સની દેઓલનો પુત્ર કરણ દેઓલ લગ્ન કરશે
મુંબઈ, દેઓલ પરિવારમાં જલ્દી જ નવા સભ્યનું આગમન થવાનું છે. સની દેઓલનો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યો છે. થોડા મહિના પહેલા જ કરણ દેઓલે પોતાની લેડીલવ સાથે સગાઈ કરી હતી. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની વેડિંગ એનિવર્સરી પર કરણ દેઓલે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી. સગાઈમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે મીડિયા રિપોર્ટનું માનીએ તો કરણ દેઓલ લગ્ન કરવા માટે તૈયાર છે. આગામી મહિને એટલે કે જૂનમાં કરણ દેઓલના લગ્ન થવાના છે.
પિંકવિલાના અહેવાલ પ્રમાણે, કરણ દેઓલ જૂન મહિનામાં તેની ફિઆન્સે સાથે સાત ફેરા ફરી લેશે. રિપોર્ટનું માનીએ તો, કરણની ફિઆન્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી. કરણના લગ્ન અંગે હજી દેઓલ પરિવારે કોઈ પુષ્ટિ કરી નથી. જાેકે, કરણના લગ્નના સમાચાર સામે આવતાં જ દ્રિશા રોયની પણ ચર્ચા થવા લાગી છે. શું દ્રિશા રોય કરણની ગર્લફ્રેન્ડ છે? દ્રિશા રોય કોણ છે અને કરણ સાથે તેના કેવા સંબંધો છે એ વિશે જણાવીશું.
દ્રિશા રોય અને કરણે ગત વર્ષે સગાઈ કરી છે તેવા અહેવાલો વહેતા થયા હતા. જાેકે, કરણની ટીમે આ વાત નકારી કાઢતાં કહ્યું હતું કે, “સગાઈની વાત તદ્દન ખોટી છે. બંને બાળપણના મિત્રો છે. તેમની સગાઈ થઈ નથી.” ઉલ્લેખનીય છે કે, દ્રિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી. જાેકે, તે ફિલ્મી પરિવારમાંથી ચોક્કસ આવે છે. દ્રિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર બિમલ રોયની પ્રપૌત્રી છે. બિમલ રોયને ‘દો બીઘા જમીન’, ‘પરિણીતા’, ‘દેવદાસ’, ‘સુજાતા’થી લઈને ‘બંદિની’ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે.
ધર્મેન્દ્ર અને બિમલ રોય પાકા મિત્રો હતા. કહેવાય છે કે, ધર્મેન્દ્રના સંઘર્ષના દિવસોમાં બિમલ રોયે તેમનો સાથ આપ્યો હતો.તેમણે જ ધર્મેન્દ્રની હી-મેનવાળી છબિ ઊભી કરી હતી. બંનેની મિત્રતા સમય જતાં ગાઢ થતી ગઈ હતી.આ રીતે કરણ અને દ્રિશા બાળપણના મિત્રો છે. જાેકે, કરણ દેઓલની મિસ્ટ્રી ગર્લ દ્રિશા છે કે બીજું કોઈ તે વાતની પુષ્ટિ થઈ શકી નથી.
વર્કફ્રંટની વાત કરીએ તો, ‘યમલા પગલા દિવાના ૨’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યા પછી કરણે ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મ થકી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે કરણ ‘અપને ૨’માં જાેવા મળશે. આ ફિલ્મમાં પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે.SS1MS