બાળકો સાથે ફરી રહેલા યુવક-યુવતી બનાવી રહ્યા છે શિકાર લોકોને
શહેરમાં બંટી-બબલી ગેંગનો આતંકઃ સરનામું પુછવાના બહાને યુવકને માર મારી લુંટી લીધો
અમદાવાદ, અમદાવાદના જગતપુર વિસ્તારમાં યુવકને બંટી બબલીએ લુંટી લીધો હોવાની છે. એક ચોકાવનારી ઘટના બની છે. બંટી બબલીએ સરનામું પુછવાના બહાને યુવકને ઉભો રાખ્યો તે ત્યારબાદ મુેઢ મારશ મારીને ર૭ હજારની મતાની લુંટ ચલાવીને ફરાર થઈ ગયાં છે.
આ બંટીી બબલી સાથે નાનાં છોકરાંં પણ હતાં. ચાંદલોડીયાના હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા કરણ પવારે લુંટની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. કરણ ખાનગગી કંપનીમાં સોફટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. ત્રણ દિવસ પહેલા રાત્રીના નવ વાગ્યાની આસપાસ નોકરી પરથી કરણ એકટીવા લઈને ઘરે જવાન નીકળ્યો હતો.
રાતના સમયે ગણેશ જેનેસીસની પાછળના રોડ પરથી તે પસાર થઈ રહયો હતો. આ વખતે અચાનક બે એકટીવા તેની નજીક આવ્યાં હતાં. આ બંને એકટીવા પર નાનાં છોકરાં હતાં. જેમાં એક યુવક અને યુવતી હતાં. તેમણે કરણને સરનામું પુછવાના બહાને રસ્તામાં ઉભો રાખ્યો હતો.
યુવક યુવતીએ કરણનાં એકટીવાથી ચાવી કાઢી લીધી હતી. અને તેમણે કરણને કહયું હતું કે તારી પાસે જે કાંઈ હોય તે આપી દે નહીફ તો તેને જાનથી મારી નાખીશું કરણ આ સમયે ગભરાઈ ગયો હતો. આ બંને કરણનાં ખિસ્સામાં હાથ નાખી તપાસ કરતા હતાં ત્યારે કરણે પ્રતીકાર કરતાં યુવકે યુવતીએ તેને મુઢ માર માર્યો હતો.
યુવક યુવતીને કરણ પાસેથી આઈફોન ૧૧,રેડમી નોટ ૭ તેમજ ચાર્જર મળી કુલ ર૭ હજારની લંુટ કરી હતી ત્યારે બાદ બંને એકટીવાની ચાવી ફેકીને ત્યાંથી જતાં રહયાં હતાં. આ બંને એકટીવાચાલક યુવક યુવતી દુર ઉભેલા નાનાં છોકરાંને લઈ જગતપુર બાજુ નાસી ગયાં હતાં.
કરણે યુવકે યુવતી વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ચોરી અને લુંટની ઘટનામાં દિનપ્રતીદીન વધારો થઈ રહયો છે. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ અગાઉ શહેરમાં એકલ દોકલ વ્યકિતઓને રસ્તામાં રોકી કિંમતી વસ્તુઓ રૂપિયાની લુટ થઈ હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે.
આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં લુંટની ઘટનાઓના કાબુમાં લેવા માટે પોલીસ તંત્ર અત્યારે કાર્યવાહી હાથ ધરી રહયું છે. પરંતુ નવાઈની વાત એ છે કે હવે યુવતીઓ પણ લુંટની ઘટનાઓમાં સામેલ થઈ રહી છે.