Western Times News

Gujarati News

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હસ્તે જ્ઞાનપોથી લોકાર્પણ

અમદાવાદ, શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિલ્હી ચકલાથી દિલ્હીચકલા ગોળાકાર માર્ગ પર આવેલી પોળો, ચાલીઓના જગન્નાથ ભગવાનના ભક્ત પરિવારોના સંતાનોને ૧૦ રૂ.માં ૧૦ નોટબુક (ધો.૧ થી પ) અને ૧૦ રૂા.માં ૧૦ ફુલસ્કેપ ચોપડા (૬ થી ૧ર) આપવાનો શિક્ષણ વિસ્તારનો અનોખો પ્રકલ્પ હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રકલ્પના ભાગરુપે અમદાવાદના પવિત્ર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હસ્તે ભગવાન જગન્નાથજીની પ્રતિકૃતિ (ટાઈટલ) સાથેની નોટબુક અને ફુલસ્કેપ ચોપડાનું જ્ઞાનપોથીનું લોકાર્પણ- વિમોચન આજરોજ કરવામાં આવ્યું હતું. “સૌ ભણે, સૌ આગળ વધે, કોટ વિસ્તારનું નામ રોશન કરે.”

ના શુભ સંકલ્પ સાથેના આ સેવાયજ્ઞના કાર્ય પ્રસંગે મ્યુનિ. સ્કુલ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર, દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન, ભરત ભાવસાર, રાજેશ શુકલએ મહંત દિલીપદાસજીનું સ્વાગત-સન્માન કર્યું હતું.

આજના લોકાર્પણ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ પંડ્યા (સુદામા)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. લોકાર્પણ પ્રસંગે ડો. અશ્વિનભાઈ ભાવસાર, રાજેશ ભાવસાર, અલ્પેશ શાહ, નિલેશ ભાવસાર, ધર્મેન્દ્ર ભાવસાર, ભરત ભાવસાર (આરટીઓ) મુકેશ પંચાલ, ભરત પ્રજાપતિ, કલ્પેશ જાેષી, ભદ્રેશ ત્રિવેદી, શૈલેષ ભાવસાર, દિનેશ ભાવસાર, ભરત શુકલ, મિતેશ દવે, નરેશ શાહ સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના પાવનપર્વની શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.