મહેમદાવાદના રૂદણની સીમમાંથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
મહેમદાવાદ, મહેમદાવાદના રૂદણ ગામે ખેડેલા ખેતરમાંથી આજે સવારે એક ઈસમનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે સરદાર પુરામાં રહેતા ૪પ વર્ષીય રમેશભાઈ પ્રતાપભાઈ સોલંકીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં ગામના દિનેશભાઈ ચીમનભાઈ પટેલના ખેડેલા ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ બાબતને લઈને રમેશભાઈ સોલંકીને માથા તેમજ શ શરીરના ભાગે મારી મોત નીપજાવ્યું હોવાનું ખુલ્યું હતું.
આથી પોલીસે મરણજનારના સગા ભાઈ ગોવિંદભાઈની ફરીયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હત્યાના આગળની રાત્રે રમેશભાઈએ પોતાની પત્ની સાથે ખોટો વહેમ રાખી ઝઘડો કરતો હતો. આ ઝઘડો છેલ્લા-૩-૪ દિવસથી ચાલતો હતો.
જેના કારણે બનાવના આગળની રાત્રે મરણજનારની પત્ની અને પુત્ર એ ઠપકોકરતાં ગત સાંજે ઘરથી નજીકના કૌટુંબીક વ્યકિતના ઘર પાસે સુઈ ગયા હતા.