Western Times News

Gujarati News

બિલ્ડર સહીત બે સામે વ્યાજખોરીની ફરિયાદ: 5 ટકા વ્યાજે નાણાં ફેરવતા હતા

પ્રતિકાત્મક

વડોદરા, જમીનોના કાવાદાવામાં વડોદરાના વિવાદાસ્પદ રહેલા બિલ્ડરે પાંચ ટકા વ્યાજ લેખે લેવાની નીકળતી ૩.૮૩ કરોડની રકમની સામે વ્યાજનું વ્યાજ ગણીને ૪.રપ કરોડ કઢાવવા માટે અદાલતી પરીસરમાં લઈ જઈને લખાણ લખાવી લીધું હોવાનો મામલો મકરપુરા, પોલીસ મથકમાં આવ્યો છે.

કન્સ્ટર્કશન વ્યવસાય સાથે સંકળાયેલા જ ફરીયાદીએ આ વિવાદી બિલડર સહીત બેની સામે પોલીસ ફરીયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

વડોદરાના જુના પાદરા રોડ પર આવેલા ઝવેરચંદ પાર્ક પાસે રહેતા અને મુળ કરમસદના વતની એવા દુર્ગાપ્રસાદ કરણસિંગથ યાદવ ઉ.વ૭ર કન્સ્ટ્રકશનના વ્યયવસાયની સાથે સંકળાયેલા છે. તેઓએની હરણી મોટનાથ તળા પાસે શ્રી રાજ એસોસીએશન નામની ઓફીસ છે. તેઓએ વડોદરામાં અનેક વિસ્તારમાં નાની મોટી સાઈટ બનાવેલી છે.

પ્રતાપનગર વિસ્તારમાં સર્વોદય કોમ્લેક્ષ નામની સાઈટમાં કિશોર ડાહયાભાઈ મકવાણા નામની વ્યકિતએ દુકાન ૧૯૯૮માં ખરીદી હતી. ત્યારથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. તેમના થકી ર૦૧૬માં ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાની સાથે પરચીય થયો હતો. દુર્ગાપ્રસાદને ધંધામાં નાણાંની જરૂરીયાત પડતાં કિશોર ડાહ્યાભાઈ મકવાણા રહે.

જેનીફર સ્ટુડીયો શેઠ વકીીલની ચાલી પ્રતાપનગર બ્રીજ પાસે વડોદરાએ ભૂૂપેન્દ્ર ઉર્યે ટીના રહે. સુદેવ ડુપ્લેકટ કસ્તુરીનગર માંજલપુર વડોદરા પાસેથી એક કરોડ અપાવ્યા હતા. ત્યાર પછી અવારનવાર દુર્ગાપ્રસાદે તેઓની પાસે ત્રણ ટકાના વ્યાજે નાણાં લીધા હતા.

તાજતેરમાં અચાનક જ વ્યાજે નાણાં લીધા હ તા. તાજેતરમાં અચાનક જ વ્યાજ પાંચ ટકા કરી નાખ્યું હતું. દુર્ગાપ્રસાદે કિશોરભાઈએ અને ભૂપેન્દ્ર પાસે રોકડા તથા ખાતામાં મળી કુલ રૂપિયા ૪રપ૦૦૦૦૦ આપવાના બાકી નીકળતા હોવાનું જણાવીને કોર્ટમાં વકીલ મારફતે લખાણ લખાવી લીધું હતું. આખરે દુર્ગા પ્રસાદે મકરપુરા પોલીસ મથકમાં કિશોર મકવાણા અને ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાની સામે ફરીયાદ નોધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.