ભોંયરાં ધરાવતી ર૪ અંડર કન્સ્ટ્રકશન સ્કીમને નોટીસ ફટકારાઈ
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નાગરીકોને જાનમાલની સુરક્ષા માટે વિવિધ ઉપાયો હાથ ધરાયા છે. ચોમાસાને લગતો કંટ્રોલરૂમ પછી પ્રી-મોન્સુન એકશન પ્લાન વગેરે તેનાં ઉદાહરણ છે. Notice issued to 24 under construction schemes with basements
આ ઉપરાંત અંડર કન્સ્ટ્રકશન હોય તેવી ભોયરાં ધરાવતી સ્કીમને પણ વરસાદ દરમ્યાન કોઈ પણ દુર્ઘટના ટાળવા માટે નોટીસ ફટકારાઈ રહી છે. જેમાં શહેરના તમામ ઝોનમાં ઉત્તર-પશ્ચિમ ઝોન સૌથી વધુ જાગ્રત ઝોન પુરવાર થયો છે. આ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ વોર્ડમાં ર૪ અંડર કન્સ્ટ્રકશન સ્કીમને નોટીસ ફટકારી હોવાની વિગત જાણવા મળી છે.
ચોમાસા અગાઉની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉત્તર-પશ્ચિમ ઝોનનો એસ્ટેટ વિભાગ સાબદો બન્યો છે. આ ઝોનના એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં કહે છે. કે ચોમાસાને ધ્યાનમાં રાખીને તંત્ર ગઈકાલે ભોયરાં ધરાવતી નવ સ્કીમને અગમચેતીનો પગલાં લેવા માટે નોટીસ આપી છે.
અત્યાર સુધીમાં ઉત્તર પશ્ચિમ ઝોનમ એસ્ટેટ વિભાગ દ્વારા ભોયરા ધરાવતી કુલ ૬૭ અંડર કન્સ્ટ્રકશન સ્કીમને આ પ્રકારની નોટીસ ફટકારાઈ છે. જેમાં થલતેજ વોર્ડમાં સૌથી વધુ ર૪ સ્કીમનો સમાવેશ થાય છે. થલતેજ વોર્ડ બાદ ગોતા વોર્ડમાં ર૧ સ્કીમ ચાંદલોડીયા વોર્ડમાં ૧૪ સ્કીમ અને બોડકદેવ વોર્ડમાં આઠ સ્કીમનો સમાવેશ થાય છે. તંત્રની નોટીસ મુજબ જે તે સ્કીમના ખોદકામ કે બાંધકામ શરૂ કરવાના મામલે જરૂરી પગલાં લેવાનો રહેશે.