Western Times News

Gujarati News

અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તા ના મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મંગલુરુ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (6 ફેરા)

ટ્રેન નંબર 09424 અમદાવાદ – મંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદ થી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મંગલુરુ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09423 મંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) મંગલુરુ થી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગ માં બંને દિશાઓ માં આ આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર ઈકોનોમી સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09424 નું બુકિંગ 06 જૂન 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનો ના સ્ટોપ, સંરચના અને સમય ના વિશે વિસ્તૃત માહિતી માટે મહેરબાની કરીને પેસેન્જર www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.