Western Times News

Gujarati News

લગ્નના ૧૮મા દિવસે પતિએ ગળાના ભાગ પર છરીના ઘા મારી પત્નીની કરી હત્યા

ઈન્દોર, મધ્યપ્રદેશના ઈન્દોરના મહૂમાં રહેતી અંજલીના જ્યારે ૨૧ મે ૨૦૨૩ના રોજ પોતાના જ વિસ્તારમાં રહેતા વિક્કી ઉર્ફે વિક્રમ સાથે લગ્ન થયા ત્યારે તેની આંખોમાં ઘણા સપના હતા. નવા ઘરમાં જઈને તેને પતિનો પ્રેમ મળશે, સાસુ-સસરા દીકરીની જેમ સાચવશે.

પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેણે જે વિચાર્યું હતું તેવું કંઈ થવાનું નથી અને તેના મોતના દિવસો એકદમ નજીક છે. સાત ફેરા લેતી વખતે વિક્કીએ અંજલીને સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી તો ૧૮ દિવસ માંડ થયા હતા ત્યાં તેણે તેની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા પ્રમામે વિક્કી લગ્ન કરવા જ નહોતો માગતો પરંતુ પરિવારના દબાણમાં આવી તેણે અંજલીને હા પાડી હતી.

વિક્કીએ અંજલી પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિક્કીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તો બીજી તરફ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલાના શરીર પરથી ઈજાના નિશાન મળ્યા છે. બંનેના લગ્ન ૨૧ મેના રોજ ધામધૂમથી થયા હતા. પરંતુ બુધવારે રાતે તેમની વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર દલીલ થઈ હતી.

વિવાદ એટલો વધી ગયો હતો કે, વિક્કીએ પત્નીને ગળા પર છરી મારી હત્યા કરી હતી. જે બાદ તેણે પોતાને પણ છરી મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. ગ્રામીણ એસપી હિતિકા વાસલના જણાવ્યા પ્રમાણે, આરોપી લગ્ન કરવા નહોતો માગતો. જાે કે, ચોક્સ કારણ કયું હતું તે તો આગામી સમયમાં જ જાણ થશે. હાલ તો પોલીસે વિક્કી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તેનું નિવેદન નોંધ્યા બાદ જ હત્યાનું અસલી કારણ સામે આવશે. પોલીસના કહેવા પ્રમાણે, આરોપી પીથમપુર સ્થિત એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તેણે અંજલીના ગળા પર ૧૦થી વધુ વાર છરી મારી હતી. આ સિવાય તેના શરીરના અન્ય ભાગ પણ ઘણા નિશાન છે.

પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધી રહી છે. બીજી તરફ હાલમાં જ ઘરેથી વળાવેલી દીકરીના મોતથી તેના પિયરના સભ્યોના રડીરડીને ખરાબ હાલ થયા છે.

બિહારના નાલંદા જિલ્લામાં પણ હાલમાં પતિએ ગોળી મારી પત્નીની હત્યા કરી હોય તેવી ઘટના બની હતી. પતિનું કોઈ અન્ય મહિલા સાથે ટક્કર ચાલી રહ્યું હતું. આ વાતની પત્નીને જાણ થતાં તે વિરોધ કરી રહી હતી. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને પતિ પત્નીને મારતો હતો. જાે કે, ગત રવિવારે મોડી રાતે પતિએ પત્નીને ગોળી મારી તેનું કાસળ કાઢી નાખ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.