હોસ્પિટલમાં રમી રહેલા બાળકનું દંપતીએ અપહરણ કર્યું
સુરત, સુરત સ્મીમેર હોસ્પિટલ બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. ૨૦ વર્ષના લગ્ન ગાળા બાદ પણ સંતાન નહીં હોવાથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગુનામાં સામેલ પતિ સહિત મહિલાની ધરપકડ છે.
બાળકને સલામત રીતે માતા પિતાને સોંપી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં બાળકના અપહરણ થવાની ઘટનાઓ તો સામે આવતી રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની હતી.
સુરતની એક ગર્ભવતી મહિલા દામિની ગૌડે શુક્રવારે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે દર્દી દામિની પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે દામિનીનો ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પણ માતા અને તાજા જન્મેલા બાળકને જાેવા માટે આવ્યો હતો.
દરમિયાન ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પહેલા માળે આમ-તેમ ફરતો હોય એવામાં તે અચાનક જ ગાયબ થઈ ગયો હતો. સગા અને માતાને જાણ થતાં અર્કની સગાઓએ શોધખોળ કરી હતી.