Western Times News

Gujarati News

ચોંકાવનારો કિસ્સોઃ ભૂવા પાસે શરદી-ઉધરસ મટાડવા જતાં બાળકી ગુમાવી

પ્રતિકાત્મક

સુરેન્દ્રનગરના વડગામમાં માતાજીના મંદિરે લઈ જઈ માસુમ બાળકીને પેટના ભાગે ગરમ ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ગરમ ગરમ સોઈના ડામ આપવાથી બાળકીની હાલત વધુ ગંભીર બની હતી.

(એજન્સી)સુરેન્દ્રનગર, વિરમગામની ૧૦ મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા બાળકીને સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઈ ગયા હતા. જ્યાં તેને ગરમ-ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી,

જ્યાં ૪ દિવસની સારવાર બાદ આજે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. અંધશ્રદ્ધાએ ૧૦ મહિનાની માસુમનો ભોગ લીધો છે. આજનો સમય ખૂબ જ આધુનિક બની ગયો છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએથી અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજના આધુનિક સમયમાં પણ ગુજરાતની અંદર અંધશ્રદ્ધાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે,

ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગરના વડગામમાં કાળજુ કંપાવી દે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. વિરમગામમાં રહેતા એક પરિવારની ૧૦ મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સુરેન્દ્રનગરના વડગામમાં માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી.

જ્યાં માસુમ બાળકીને પેટના ભાગે ગરમ ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ગરમ ગરમ સોઈના ડામ આપવાથી બાળકીની હાલત વધુ ગંભીર બની હતી. જેથી તેને ૫ ઓગસ્ટે સારવાર અર્થે રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા માસુમ બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.