આણંદના ઘોળીકૂઈ ગામના ભુવાનો વીડિયો વાયરલ

આણંદ, દારૂબંધીના લીરા ઉડાવતા ભુવાનો વીડિયો વાયરલ થયો છે. આણંદના ઘોળીકૂઈ ગામના ભુવાજીનો વીડિયો વાયરલ થયો છે. ભુવાએ માતાજીના નામે જાહેરમાં દારૂ પીધો હતો. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા નજરે પડ્યા હતા. મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભુવો ચર્ચામાં છે.
જાેકે, ભુવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ નિષ્ક્રિય જાેવા મળી રહી છે. આણંદ જિલ્લાના ધોળીકૂઈ ગામમાં એક ભુવાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભુવો માતાજીના નામે જાહેરમાં દારૂની મહેફીલ માણતો જાેવા મળી રહ્યો છે. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા નજરે પડ્યો હતો.
મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભુવાએ ધાર્મિક કાર્યક્રમમાં સિગરેટના કસ માર્યા અને જાહેરમાં દારૂની આખી બોટલ ગટગટાવી ગયો હતો. ભુવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ નિષ્ક્રિય જાેવા મળી રહી છે, ત્યારે આ ભુવા સામે કાર્યવાહી ક્યારે થશે, તે જાેવું રહ્યું. બીજી બાજુ, જાહેરમાં દારૂની આખી બોટલ ગટગટાવી જનાર ભુવાએ ગામડાની ભોળી પ્રજાને છેતર્યાનું પણ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, વધુ એક ભુવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.SS1MS