Western Times News

Gujarati News

રણવીર સિંહે મંચ પરથી નીતા અંબાણીને કહ્યું ભાભી

મુંબઈ, મુકેશ અંબાણીના Jio World Plaza લક્ઝરી મોલનું મંગળવારે મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા મોલના ઉદ્‌ઘાટનમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. આ ભવ્ય ઈવેન્ટમાં અંબાણી પરિવાર ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સનો પણ મેળાવડો જાેવા મળ્યો હતો. સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, સોનમ કપૂર સહિતના તમામ સ્ટાર્સ એક છત નીચે જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘણા ફોટા અને વીડિયો છે. પરંતુ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં રણવીર સિંહ લોકોનું ખૂબ મનોરંજન કરતો જાેવા મળે છે. તેણે નીતા અંબાણીના વખાણમાં કંઈક એવું કહ્યું જે હવે ચર્ચામાં છે. આ વીડિયોમાં રણવીર સિંહ બધાની સામે નીતા અંબાણીના વખાણ કરતો જાેવા મળી રહ્યો છે.

હાથમાં માઈક લઈને રણવીર નીતા અંબાણીને જાેઈને કહે છે, ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાવ.’ આ પછી તે કહે છે કે દુનિયા તેમને નીતા મુકેશ અંબાણી તરીકે ઓળખે છે પરંતુ અમે તેમને પ્રેમથી નીતા ભાભી કહીએ છીએ. અમારી નીતા ભાભી Wow છે. નીતા અંબાણીની બાજુમાં બેઠેલા મુકેશ અંબાણી પણ રણવીરની આ વાતો પર હસતા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે આ વાયરલ ડાયલોગ પર એક ફની વીડિયો બનાવ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. રણવીરે પણ દીપિકાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારથી આ ડાયલોગ વધુ ફેમસ થયો છે. હાલમાં આ વીડિયોને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.