અભિનેત્રી સામંથા પ્રભુએ સાડીમાં કહેર વર્તાવ્યો
મુંબઈ, સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી. પોતાના દમ પર અભિનેત્રી સફળતા પ્રાપ્ત કરી છે. ખબર છે કે સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઓમ અંટવા’માં બેંગ ડાન્સ કર્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તે રાજ અને ડીકેની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન ૨’માં જાેવા મળી હતી.
આ સિરીઝમાં સામંથાએ પોતાના એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. સામંથા ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. સામંથાએ નાગાર્જુન દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. જાેકે, બાદમાં બન્ને અલગ થઈ ગયા હતા. સામંથાની ફેશન સેન્સ પણ અનોખી છે. પોતાના લુક સાથે અભિનેત્રી એક્સપેરિમેન્ટ કરતી રહે છે. અભિનત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે. જ્યારે પણ અભિનેત્રી તસવીરો શેર કરે છે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.SS1MSM