Western Times News

Gujarati News

અભિનેતા શાહરુખ પોતાના બર્થડે પર મનભરીને નાચ્યો

મુંબઈ, શાહરૂખ ખાન આજે તેનો ૫૮મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતા ૨ નવેમ્બરની રાત્રે તેના ઘર મન્નતની બાલ્કનીમાં ઉભેલા તેના ચાહકોને મળ્યો. ચાહકોએ તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શાહરૂખ ખાને તેનો જન્મદિવસ તેના ચાહકો સાથે ઉજવ્યો અને તેમને રિટર્ન ગિફ્ટ પણ આપી.

વાસ્તવમાં શાહરૂખ ખાને તેનો એક વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો આજનો છે જ્યારે શાહરૂખ ખાન એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે તેની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાનના ટાઈટલ ગીત ‘ઝૂમે જાે પઠાન’ અને ‘જવાન’ના ગીત ‘રામૈયા નોટ વસ્તાવૈયા’ પર જાેરદાર ડાન્સ કર્યો હતો.

આ દરમિયાન તે ફેન્સને ફ્લાઈંગ કિસ કરતો પણ જાેવા મળ્યો હતો. વીડિયો શેર કરતી વખતે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું- ‘તમારી સાથે સેલિબ્રેશન કરવું હંમેશા ખાસ રહ્યું છે. મારો દિવસ બનાવવા બદલ આભાર. તો ફેન્સે પણ કિંગ ખાનને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શાહરૂખ ખાન પણ ડ્રાઈવ કરવા માટે બહાર ગયો હતો અને આ દરમિયાન તે પોતાની કારમાંથી બહાર નીકળીને ફેન્સને હેલો બોલ્યો હતો.

શાહરૂખ ખાનના જન્મદિવસના ખાસ અવસર પર, તેની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’OTT પ્લેટફોર્મ Nªflix પર રિલીઝ થઈ છે. તેની આગામી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર પોસ્ટ કરતા શાહરૂખે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – ‘સાદા અને પ્રામાણિક લોકોની વાર્તા જે તેમના સપના અને ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.

મિત્રતાની, પ્રેમની અને સાથે રહેવાની…! હૃદયસ્પર્શી વાર્તાકારની હૃદયસ્પર્શી વાર્તા. આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત છે અને હું આશા રાખું છું કે તમે બધા અમારી સાથે જાેડાશો. #DunkiDrop1 આવી ગયું છે… #Dunki આ ક્રિસમસમાં વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.