ગામના સીમાડે સિંહના ધામા, શિકારનો વીડિયો થયો વાયરલ
અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્રનાં જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી પહોચી ગયા છે. શિકારની શોધમાં રાત્રીનાં ગામડાની ગલીઓમાં સિંહ ફરતા જાેવા મળે છે. તેમજ ગામમાં સિંહ આવી ચઢયાનાં વીડિયો વાયરલ થતા રહે છે.
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પાસે આવેલ કોવાયા ગામ પાસેના રેવન્યુ વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા અને રોડ પર શિકાર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીર વિસ્તારમાં આવેલા જાફરાબાદ તાલુકાના હદ વિસ્તારમાં આવેલ કોવાયા ગામના રેવન્યુ વિસ્તારમાં રાત્રીના સમયે એક સિંહ શિકારની શોધમાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. કોવાયા વિસ્તારમાં અવારનવાર શિકારની શોધમાં સિંહ આવતા હોય છે. ત્યારે વધુ એક વખત ગ્રામીણ વિસ્તારમાં સિંહ પરિવાર શિકારની શોધમાં આવ્યો હતો. શિકારની શોધમાં સિંહ આવતા ગ્રામીણ વિસ્તારમાં રખડતા પશુઓમાં દોડધામ મચી ગઇ હતી.
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. સિંહ જંગલનાં સીમાડા વટાવીને ગામડા સુધી પહોચી ગયા છે અને પશુઓનો શિકાર કરતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. SS1SS