તનુજે ગર્લ ફ્રેન્ડ તાન્યા સાથે ગુપચપ રીતે કરી લીધી સગાઈ
મુંબઈ, નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં.
તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પણ પોતાની મંગેતર સાથેનાં સગાઈનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાં છે. લોન્ગ ટાઈમથી ડેટ કરી રહેલા આ કપલે હવે ઓફિશિયલી સગાઈ કરી લીધી છે. પુરાની જીન્સ ફિલ્મનાં એક્ટર તનુજ વિરવાનીએ પોતાની ગર્લફ્રેંડ તાન્યા જેકબ સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. એક્ટરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કરીને ફેંસને ચોંકાવી દીધાં છે.
સામે આવેલી ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી થતાં દેખાઈ રહ્યાં છે. ફોટોઝ પોસ્ટ કરતાં તનુજે કેપ્શનમાં લખ્યું કે, ‘ન તો આ સફર સૌથી વધારે મહત્વું છે અને ન તો આ મંજિલ…મહત્વનો તો આ બે લોકોનો સાથ છે. હું પોતાનું આખું જીવન તમારી સાથે વિતાવવા માટે વધુ રાહ નથી જાેઈ શકતો… @tanyajacob1 પરિવારમાં તમારું સ્વાગત છે.
એક્ટરે પોતાની સગાઈનાં દિવસે બ્લૂ કલરનો ચેક્સ સૂટ પહેર્યો હતો. તો તેમની મંગેતરે બેબિ પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. આ સાથે જ તાન્યા પોતાની સગાઈની રિંગને પણ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી હતી. કપલની ફોટોઝમાં એક્ટ્રેલ રતિ અગ્નિહોત્રીએ કમેંટમાં લખ્યું કે,’ તનુજ અને તાન્યા બંનેને આશીર્વાદ આપવા માટે આપ સૌનો ખુબ-ખુબ આભાર.SS1MS