Western Times News

Gujarati News

૭૬ વર્ષની ઉંમરમાં મુમતાઝની અદાઓ જોઇને લોકો ખુશ થયા

મુંબઈ, મુમતાઝ અને આશા ભોસલનો એક વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. બન્ને મોટી હસ્તીઓ એક સાથે બોલિવૂડના ગીત પર નાચતા જાેવા મળ્યા. મુમતાઝ અને આશાનો આ ડાન્સ વિડીયો જાેઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા છે.

આ વિડીયોને હાલમાં દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આજે પણ લોકો મુમતાઝની સ્ટાઇલ પર દિવાના છે, જ્યારે આશા ભોસલેનો અવાજ આજે પણ તમને સાંભળવો ગમે એવો મસ્ત છે. તમે બધા જાણો છો કે મુમતાઝ એમની ડાન્સ સ્કિલથી જાણીતી છે, જ્યારે આશા ભોસલે લેજેન્ડ્રી સિંગર છે. બન્નેએ એમના સમયમાં પોતાના કામથી લાખો કરોડો ફેન્સના દિલ પર રાજ કર્યુ છે.

મુમતાઝે ૧૯૬૦ અને ૧૯૭૦ના દશકમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. આશા ભોસલેની વાત કરવામાં આવે તો એમને એમની કરિયરમાં ૧૨ હજારથી પણ વધારે ગીતો ગાયા છે. આ બન્ને દિગ્ગજ હસતીઓ ઘણાં સમયથી એકબીજાના સારા દોસ્ત રહ્યા છે. મુમતાઝે પોતાના ઇન્સ્ટા પર આશા ભોસલેની સાથેનો એક જૂનો વિડીયો શેર કર્યો છે જેમાં બન્ને લોફર મુવીના ગીત પર કોઇ શહેરી બાબુ પર ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે.

આ દરમિયાન આશા ભોસલે, મુમતાઝના પહેલાં સ્ટેપ યાદ અપાવતા જાેવા મળી રહ્યા છે. ત્યારબાદ મુમતાઝ મન ખોલીને એના અંદાજમાં ડાન્સ કરતા જાેવા મળે છે, જ્યારે આશા ભોસલે આ દરમિયાન ડાન્સ કરતા જાેવા મળે છે. સામે આવેલા વિડીયોમાં તમે જાેઇ શકો છો કે આશા ભોસલેએ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે જ્યારે મુમતાઝે બ્લેક કલરનો સૂટ પહેર્યો છે.

આમ, તમને જણાવી દઇએ કે ૧૯૭૩ની ફિલ્મ લોફરનું આ ગીત મુમતાઝ પર ફિલ્મમાં આવ્યુ હતુ જેમાં આશા ભોસલેએ અવાજ આપ્યો હતો. એવામાં ૫૦ વર્ષ પછી આ ગીત પર બન્ને સ્ટાર્સ ફરી એક સાથે જાેવા મળ્યા જે ફેન્સ માટે કોઇ ટ્રીટથી ઓછુ નથી. આ વિડીયોમાં ફેન્સ પોતાનો અઢળક પ્રેમ બતાવી રહ્યા છે. આ વિડીયો દિવાળી પાર્ટીનો છે જે મુમતાઝે શેર કર્યો છે.

૭૬ વર્ષની ઉંમરમાં એક્ટ્રેસે પોતાની આગવી અદાઓથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. એક્ટ્રેસનો અંદાજ જાેઇને ફેન્સ એમની પર ખૂબ પ્રેમ આપી રહ્યા છે. આ વિડીયો પર લોકો જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.