Western Times News

Gujarati News

શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

મુંબઈ, વર્ષમાં બે મોટી બ્લોકબસ્ટર આપ્યા પછી શાહરુખની ત્રીજી ફિલ્મ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આગામી ફિલ્મ ડંકીનું ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે. આ વખતે શાહરુખ ખાન કંઇક અલગ અંદાજમાં જાેવા મળી રહ્યો છે. આ મુવીમાં શાહરુખની સાથે તાપસી પન્નુ, વિક્કી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ મુખ્ય ભુમિકામાં છે.

જાે કે આ મુવીને લઇને હાલમાં ફેન્સ સુપર એક્સાઇટેડ છે. શાહરુખની આ મુવી પણ જવાનની જેમ કમાણી કરશે કે નહીં એ જાેવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મેકર્સે ડંકીનો પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં બધા એક્ટર્સ જાેવા મળ્યા હતા, પરંતુ હવે ટ્રેલરમાં ડંકીની કહાની થોડી વધારે જાેવા મળી રહી છે.

ટ્રેલરમાં ડંકીની કહાની ૧૯૯૫થી શરૂ થાય છે અને શાહરુખ સહિત બાખીના બધા એક્ટર્સ યંગ ભૂમિકામાં જાેવા મળી રહ્યા છે. મજેદાર અંદાજમાં શરૂ થયેલી કહાની ધીરે-ધીરે એક સિરીયસ ટોપિકમાં બદલાઇ જાય છે અને પછી મોર્ડન કહાનીમાં પહોંચાઇ જાય છે જ્યાં શાહરુખનો લુક જાેઇને તમે ખુશ થઇ જશો. પંજાબના લાલટુ વિસ્તારમાં ૫ યંગસ્ટર લંડન જવાના ક્રેઝ માટે ઇંગ્લિશ ક્લાસ લેતા જાેવા મળે છે. રાજકુમાર હિરાનીની ફિલ્મોમાં હંમેશા નજરે પડતા બોમન ઇરાની આ વખતે અંગ્રેજી ટીચરના રોલમાં જાેવા મળી રહ્યા છે.

બલ્લી (અનિલ ગ્રોવર)ના હેર કટિંગ સલૂનમાં કામ કરે છે અને વિક્રમ કોચર કપડાની દુકાનમાં. વિક્કી કૌશલની ભૂમિકા સુખી લંડન જઇને નોકરીના સપના જાેઇ રહ્યા છે, પરંતુ અંગ્રેજીમાં એનું નોલેજ છે. આ સાથે તાપસી મન્નુના રોલમાં છે જેમાં શાહરુખની સાથે રોમેન્ટિક એંગલ છે. ડંકી રાજકુમાર હિરાની અને શાહરુખ ખાનની એક સાથેની ફિલ્મ છે.

ડંકીનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યુ છે અને ફિલ્મ હિરાની, અભિજાત જાેશી અને કનિકા ઢિલ્લો દ્રારા લખવામાં આવી છે. કલાકારોની વાત કરવામાં આવે તો શાહરુખ ખાન, તાપસી પન્નુ, ધર્મેન્દ્ર અને વિક્કી કૌશલ કેમિયોની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ હિરાની, ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડેએ કર્યુ છે. આ વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.