રાહુલ ગાંધીએ અખડામાં જઈ રેસલર્સ સાથે મુલાકાત કરી
રોહતક, કુશ્તીબાજાે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજાેને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે ઘણા કુશ્તીબાજાે સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુશ્તીબાજાેને મળ્યા હતા. છારા કુશ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે.
દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. અખાડામાંથી રાહુલની તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ કુશ્તીબાજાે સાથે બેઠા છે. બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજાે સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે યૌન શોષણના આરોપી બ્રૃજભૂષણ શરણસિંહ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જાેઈએ.
રાહુલ ગાંધી કુશ્તીબાજાેને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં ડબલ્યુએફઆઈનું નવું સંગઠન રદ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ ડબલ્યુએફઆઈપ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. બ્રૃજ ભૂષણ શરણસિંહ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનનો આરોપ છે. SS2SS