અરબાઝ ખાને દીકરા સામે શૌરાને કર્યું પ્રપોઝ
મુંબઈ, અરબાઝ ખાનની પત્ની અને મેકઅપ આર્ટિસ્ટ શૌરા ખાને લગ્નના બીજા જ દિવસે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી નાંખ્યું હતું. ચર્ચા છે કે બંને ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યા હતા, પરંતુ મોટાભાગના લોકો તેમની લવ સ્ટોરી વિશે જાણતા નથી. શૌરા ખાને તેમના સંબંધો વિશે જણાવતા એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં અરબાઝ ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે અરબાઝે તેને મોટા ગુલદસ્તા સાથે પ્રપોઝ કરે છે તો તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. શૌરા અને અરબાઝ તેમના પરિવારના સભ્યો સાથે હતા. શૌરા ખાન શરમાતી જોવા મળી રહી છે. વીડિયોમાં અરબાઝનો દીકરો અરહાન ખાન પણ જોવા મળી રહ્યો છે.
પિતા અરબાઝને શૌરા ખાન સાથે જોઈને તે પણ ખુશ દેખાય છે અને તાળીઓ પાડે છે. પુત્રના આ રિએક્શન પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર એક યુઝરે લખ્યું કે, ‘દીકરાની સામે પિતાના લગ્ન.’ તો અન્ય યુઝર કહે છે, ‘દીકરાની ઉંમરની છોકરી સાથે લગ્ન’ વીડિયોમાં અભિનેતાનો સાળો આયુષ શર્મા પણ જોવા મળી રહ્યો છે.
જ્યારે શૌરા ખાને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે અરબાઝ ખાને તેને એક વીંટી આપી હતી. પછીબંનેએ એકબીજાને ચુંબન કર્યું હતું. અરબાઝે શૌરાને ગળે લગાડતા પહેલાં તેના કપાળ પર ચુંબન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા શૌરાએ લખ્યું હતુ કે, ‘૧૯ ડિસેમ્બરે હા કહી અને ૨૪ ડિસેમ્બરે લગ્ન કર્યા.
અરબાઝ ખાન એકદમ ઝડપી હતો.’ અભિનેતાએ વીડિયો પર કોમેન્ટ કરી હતી કે, ‘હું ઘૂંટણ પર પણ ખૂબ જ ઊંચો અનુભવ કરી રહ્યો હતો. અરબાઝ અને શૌરાએ ૨૪મી ડિસેમ્બરે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્નનું ફંક્શન અર્પિતા ખાન અને આયુષ શર્માના મુંબઈના ઘરે રાખવામાં આવ્યું હતું.
આ દંપતીને આશીર્વાદ આપવા માટે સલમાન ખાનથી લઈને સલીમ ખાન સુધીનો આખો પરિવાર હાજર રહ્યો હતો. અરહાન પણ તેના પિતાના બીજા લગ્નનો ભાગ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને શૌરાની ઉંમરમાં લગભગ ૧૫ વર્ષનો તફાવત છે.SS1MS