Western Times News

Gujarati News

હમિંગ બર્ડ વિશ્વનું એક માત્ર પાછળ ઉડતું પક્ષી

નવી દિલ્હી, વાલ્મીકિ ટાઈગર રિઝર્વમાં પક્ષીઓની લગભગ ૩૦૦ પ્રજાતિઓ રહે છે. જો કે, આ તમામ પક્ષીઓની પોતાની આગવી વિશેષતાઓ છે, પરંતુ આજે અમે તમને જે પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે આ બધા પક્ષીઓમાં ખૂબ જ ખાસ છે.

તમે આગળની બાજું ઉડતા પક્ષીઓને તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય તેને પાછળની તરફ ઉડતા જોયા છે? ચાલો આજે તમને એવા જ એક પક્ષી વિશે જણાવીએ કે જે આગળ અને પાછળ બન્ને બાજુએ ઉડે છે. તમે બધાએ હમિંગ બર્ડ વિશે સાંભળ્યું જ હશે.

નિષ્ણાતોના મતે, તેનું વિચિત્ર નામ તેની પાંખો દ્વારા થતા અવાજ પરથી પડ્યું છે. તેનું નામ હમિંગ બર્ડ અંગ્રેજી શબ્દ ‘હમિંગ’ અવાજ પરથી આવ્યું છે. પૃથ્વી પરનું આ એકમાત્ર પક્ષી છે જે માત્ર આગળ જ નહીં પરંતુ પાછળની તરફ પણ રિવર્સ ગિયરમાં ઉડી શકે છે.

મહારાષ્ટ્રના વન્યજીવ નિષ્ણાત સ્વપ્નિલ કહે છે કે, વિશ્વમાં હમિંગબર્ડની લગભગ ૩૫૦ પ્રજાતિઓ છે. વિશ્વનું સૌથી નાનું પક્ષી હમિંગબર્ડ, જેને બી હમિંગબર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું કદ માત્ર ૫ સેન્ટિમીટર છે. જ્યારે, વજન માત્ર ૨ ગ્રામ સુધી છે. જ્યારે સામાન્ય હમિંગ બર્ડનું વજન ૪ થી ૮ ગ્રામ હોઈ શકે છે. કેટલાક હમિંગ બર્ડ્‌સનું કદ ૨૩ સેન્ટિમીટર અને વજન ૨૦ ગ્રામ સુધીનું હોય છે.

નિષ્ણાતોના મતે, જ્યારે હમિંગબર્ડ ડાઇવ કરે છે, ત્યારે તે એક સેકન્ડમાં ૨૦૦ વખત તેની પાંખો ફફડાવી શકે છે. આટલી ઝડપથી પાંખો ફફડાવવા માટે હૃદયને પણ ઝડપથી શરીરમાં લોહી પહોંચાડવું પડે છે. આ માટે તેણે ઝડપથી ઉડવું પણ પડશે.

આવી સ્થિતિમાં, હમિંગબર્ડનું હૃદય એક મિનિટમાં ૧૨૦૦ થી ૧૨૬૦ વખત ધબકે છે. સ્વપ્નિલ કહે છે કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે આ પક્ષી ૮૦ ધબકારા પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ ઉડતી વખતે તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૧૨૬૦ ધબકારા સુધી પહોંચી જાય છે. આ ઝડપ હમીંગબર્ડને અન્ય પક્ષીઓથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.