દીકરીઓ સાથે લાઇફને એન્જોય કરી રહી છે રૂબીના
રૂબીના દિલૈક માતા બન્યા પછી આ દિવસોમાં એક્ટિંગથી દૂર છે, પરંતુ સોશિયલ મિડીયાથી સતત ફેન્સ સાથે જોડાયેલી રહી છે
મુંબઈ, ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક જ્યારથી માતા બની છે ત્યારથી કોઇને કોઇને કારણોસર સતત ચર્ચામાં રહેતી હોય છે. બિગ બોસ વિનર અને ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે ૨૭ નવેમ્બરના રોજ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો. રૂબીના ડિલિવરી પછીના થોડા દિવસો પછી સતત તસવીરો શેર કરતી રહી છે જેમાં એ પોતાના બાળકો સાથે ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે.
હાલમાં એક્ટ્રેસે સોશિયલ મિડીયામાં કેટલીક તસવીરો શેર કરી છે જે આ સમયે વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ટ્વિન્સ દીકરીઓની સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. ભલે માતા બન્યા પછી રૂબીના દિલૈક આ દિવસોમાં એક્ટિંગથી દૂર છે, પરંતુ સોશિયલ મિડીયાથી સતત ફેન્સ સાથે જોડાયેલી રહી છે. આ વચ્ચે રૂબીનાએ કેટલીક લેટેસ્ટ તસવીરો ફેન્સ માટે શેર કરી છે.
આ દિવસોમાં એક્ટ્રેસ ક્યાં છે અને શું કરી એ જાણવાની ઉત્સુક્તા દરેક લોકોને હોય છે. રૂબીનાએ જે તસવીરો શેર કરી છે એમાં એક્ટ્રેસ જુડવા દીકરીઓ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. વીકેન્ડના દિવસોમાં રૂબીના દિલૈક એની દીકરી અને પરિવાર સાથે વેકેશનની મજા માણી રહી છે. આ તસવીર મહારાષ્ટ્રના હિલ સ્ટેશન લોનોવાલાની છે જ્યં રૂબીના એની ટ્વિન્સ દીકરીઓ, પતિ અનુભવ શુક્લા અને સાસુ માની સાથે ફરવા નિકળી છે.
આ તસવીરો ફેન્સનું સૌથી વધારે ધ્યાન ખેંચી રહી છે, જેમાં રૂબીના એની દીકરીને શહજાદીને તેડીને ઉભી છે. આ તસવીર ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. રૂબીના દિલૈકની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસન એની દીકરીની સાથે સુપર ક્યૂટ લાગી રહી છે.
રૂબીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ડેબ્યુ શો છોટી બહુથી કર્યુ હતુ. રૂબીનાનો શઓ શક્તિઃ અસ્તિત્વના અહેસાસથી કોઇ પોપ્યુલર હતી. બિગ બોસ ૧૪ની વિજેતા બન્યા પછી રૂબીના દિલૈકની પોપ્યુલારિટી ખૂબ વધી ગઇ છે. રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ વર્ષ ૨૦૧૮માં લાંબા ડેટિંગ પછી લગ્ન કર્યા. લગ્નના ૫ વર્ષ પછી માતા-પિતા બન્યા છે. આ બન્ને હાલમાં પેરેન્ટહુડ જર્નીને ખૂબ એન્જોય કરી રહ્યા છે.ss1