BJP અને મહિલા મોરચા દ્વારા તૃણમૂલ નેતા શાહજહા શેખના અત્યાચારો સામે દેખાવો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી.
પશ્ચિમ બંગાળ સંદેશખાલીના ્સ્ઝ્ર નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીદન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મમતા બેનર્જીની સરકારના આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તાઓ પર ઉતરી દેખાવો કરી રહી છે.આવા સમયે ભરૂચ જીલ્લા ભાજપ અને મહિલા મોરચાએ આજે શુક્રવારે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી.
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, મહિલા મોરચાની મહિલાઓ સહિત આગેવાનો અને કાર્યકરો ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. ્સ્ઝ્ર ના નેતા શાહજહાંનું અનાજ કૌભાંડ બહાર આવ્યા બાદ કાર્યવાહી છતાં મમતા બેનર્જીની સરકારે તેઓના નેતાને છાવરી ધરપકડ કરી ન હતી.
મહિલાઓ અમાનુષી અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તાઓ પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ હતી.તેમ છતાં મમતા દીદી તેના નેતાને છાવરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.