મલાઈકા અરોરાનો ગુપ્ત રીતે વિડીયો બનાવવા બદલ ભડકી ઉઠ્યાં નેટીઝન્સ
મુંબઈ, મલાઈકા અરોરા ઘણી વાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મલાઈકાનાં ફોટા અને વિડીયોને કેપ્ચર કરવામાં પેપરાજી પણ પાછળ નથી રહેતા. બોલીવુડ અભિનેત્રી રવિવારે તેના મિત્રો સાથે જોવા મળી. અભિનેત્રીએ સફેદ કલરનો શોર્ટ જમ્પસૂટ પહેર્યો હતો.
પેપરાજીને જેવી ખબર પડી કે અભિનેત્રી અહિયાં ઉપસ્થિત છે. તે તરત જ ત્યાં પહોંચી ગયા અને મલાઈકાની જાણ વગર તેના ફોટા અને વિડીયો લેવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વિડીયો આવતાની સાથે જ નેટીઝન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું.
લોકોએ પેપરાજીના આ પગલાની આકરી ટીકા કરી.અભિનેત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સફેદ રંગનો બેકલેસ જમ્પસૂટ પહેર્યો છે. એક્ટ્રેસ ત્યાંથી જવા માટે ઉભી થઈ કે તરત જ તેણે પોતાનો ડ્રેસ એડજસ્ટ કરવાનું શરૂ કરી દીધું.પેપરાજીએ બારીઓમાંથી કેમેરાને ઝૂમ કરીને તેનો વિડીયો બનાવ્યો. વિડીયોમાં તેની ઘણી અંગત ઝલક પણ કેદ કરવામાં આવી હતી.
હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મલાઈકાને ખબર પડી કે પેપરાજી ત્યાં હાજર છે, તેણે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું અને ત્યાંથી નીકળી ગઈ.
અભિનેત્રીએ પેપરાજી દ્વારા ઝૂમ વિડીયો બનાવવા પર કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ નેટીઝન્સને તે ન ગમ્યું. ખાનગી પળોનો વિડીયો બનાવવા બદલ તેણે ફોટોગ્રાફરની આકરી ટીકા કરી.પોતાની નારાજગી વ્યક્ત કરતા એક યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘તમારી સાથે શું ખોટું થયું છે, થોડી તો શરમ રાખો’.
અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બરાબર નથી, તે (મલાઈકા) નથી જાણતી કે તમે તેનો વિડીયો બનાવી રહ્યા છો. જ્યાં સુધી તેમને જાણ ન હોય ત્યાં સુધી સેલિબ્રિટીના ફોટા અને વિડિયો ન બનાવો. તે જ સમયે, અન્ય ઘણા યુઝરે પણ તેની ટીકા કરી અને નારાજગી વ્યક્ત કરી. તમને જણાવી દઈએ કે હાલમાં મલાઈકા તેનો મોટાભાગનો સમય તેના પુત્ર અરહાન અને તેના મિત્રો કરીના કપૂર ખાન, અમૃતા અરોરા અને કરિશ્મા કપૂર સાથે વિતાવી રહી છે.SS1MS