Western Times News

Gujarati News

સેન્સર બોર્ડમાંથી પાસ થયાં બાદ દિબાકર બેનર્જીની ફિલ્મ હવે લીકમાં સપડાઈ

મુંબઈ, જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે તે ૨૦૨૪ની હોટ ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ની મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરે ફેન્સના ધબકારા વધારી દીધા છે પરંતુ હવે જે સમાચાર આવ્યાં છે મેકર્સ માટે માઠા છે કારણ કે રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ખૂબ જ મહત્વપૂર્ણ અને હોટ સીન ઓનલાઇન લીક થઇ ગયો છે.

સેન્સર બોર્ડમાંથી પાસ થયાં બાદ દિબાકર બેનર્જીની આ ફિલ્મ હવે લીકમાં સપડાઈ છે. એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીનો એક ઈન્ટીમેટ સીન ઈન્ટરનેટ પર લીક થયો છે અને લાખો લોકો રિલિઝ પહેલાં જ તેને જોઈ વળ્યાં છે. લીક થયેલી ફિલ્મના આ સીનમાં સ્વસ્તિકા મુખર્જી બેડ પર હસ્તમૈથુન કરતી જોવા મળી રહી છે. વીડિયો કોલ પર વાત કરી રહેલા એક શખ્સ સ્વસ્તિકાને આવું કરતો જોઈ રહ્યો હતો.

સ્વસ્તિકાએ ખૂબ બોલ્ડ એક્સપ્રેશન આપ્યા છે. સાથે જ તે વ્યક્તિ બાદમાં બેડ પર શર્ટલેસ હસ્તમૈથુન કરતો પણ જોવા મળે છે. હવે આ વીડિયો લીક થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. પોતાની હોટ સીન લીક થઈ જતાં એક્ટ્રેસ સ્વસ્તિકા પણ ચિંતા પડી છે અને તેણે ફિલ્મ મેકર્સને તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહ્યું હતું.

સ્વસ્તિકા મુખર્જીના હોટ વીડિયો સીનને ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યો છે અને ફિલ્મ મેકર્સ દ્વારા તેને હટાવાના પ્રયાસો કરાયાં હતા. ‘એલએસડી ૨’ની ટીમ હવે આ વીડિયો લીક કરનાર વ્યક્તિને શોધવાની પૂરી કોશિશ કરી રહી છે તો જ તેઓ આ વીડિયોને હટાવી શકશે અને તે વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.