Western Times News

Gujarati News

મૌની રોયે બંગાળી લુકમાં પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ

મુંબઈ, ટીવી સિરીયલ અભિનેત્રી મૌની રોય સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. અદાકાર ટીવી અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે. આ કારણે એક્ટ્રેસને લેટેસ્ટ તસવીરો વાયરલ થતી રહેતી હોય છે. મૌની રોયની અનેક તસવીરો વાયુવેગે વાયરલ થતી રહેતી હોય છે.

જો કે હાલમાં મૌની રોયે બંગાળી લુકમાં પતિ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસ પારંપારિક રીતિ-રિવાજથી સજીધજીને તૈયાર થઇ છે. એક્ટ્રેસ મૌની રોયે બંગાળીના નવા વર્ષનો તહેવાર પરિવાર સાથે મનાવ્યો છે. આ ખાસ દિવસે અદાકાર મસ્ત રીતે સજીધજીને તૈયાર થઇ હતી. આ તસવીરો એક્ટ્રેસ શેર કરી છે. જો કે ઇન્સ્ટા પર આવતાની સાથે તસવીરો છવાઇ ગઇ છે.

મૌની રોયે પતિ સાથે મસ્ત રોમેન્ટિક પોઝ આપ્યા છે. આ તસવીરમાં કપલ એકબીજાની પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.આટલું જ નહીં એક્ટ્રેસ સોલો તસવીરો પણ ક્લિક કરાવી છે. સોલોમાં એક્ટ્રેસ ટ્રેડિશનલ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ દિવસે એક્ટ્રેસે ખાસ વ્હાઇટ એન્ડ ગોલ્ડન રંગની સાડી પહેરી છે અને સાથે વાળમાં ગજરો લગાવ્યો છે. મૌની રોયે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કાનમાં મસ્ત ઇયરરિંગ્સ પહેરી છે અને સાથે ગળામાં સેટ પહેર્યો છે. આ એના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

એક્ટ્રેસ મૌની રોયે પરિવારની સાથે ન્યૂ ઇયર સેલિબ્રેટ કર્યુ. આ તસવીરોમાં મૌની રોયનો લુક અને આઉટફિટ્‌સ એક નજરે ગમી જાય એવા છે. એક-એક તસવીરોમાં એક્ટ્રેસનો લુક જોઇને તમે ફિદા થઇ જશો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.