Western Times News

Gujarati News

અલાયા એફ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યો રાજકુમાર રાવ

મુંબઈ, બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ શ્રીકાંતને લઇને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ એક ફેમસ બિઝનેસમેન શ્રીકાંત બોલ્લાની બાયોપિક છે. જેમાં રાજકુમાર રાવ આ બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. હાલમાં આ ફિલ્મનુ ફર્સ્ટ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. આ સોન્ગ તમે એક વાર સાંભળશો તો દિલ ખુશ થઇ જશે.

સોશિયલ મિડીયામાં આવતાની સાથે આ ગીત છવાઇ ગયુ છે. આ ગીતમાં અલાયા એફ સાથે રાજકુમાર રાવની કેમેસ્ટ્રી લોકોનું દિલ જીતી રહી છે.શ્રીકાંત ફિલ્મનું જે સોન્ગ રિલીઝ થયુ છે એનું નામ તૂ મિલ ગયા છે. આમાં રાજકુમાર રાવ અલાયા સાથે એક મસ્ત જગ્યા પર રોમાન્સ કરતા જોવા મળે છે. ગીતની શરૂઆત રાજ અને અલાયાની વચ્ચે એક ફોન કોલથી થાય છે ત્યારબાદ પછી બન્ને રોડ ટ્રિપ પર જાય છે.

પૂરા ગીતમાં અલગ-અલગ જગ્યાઓ પર એકબીજાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.ગીતમાં રાજકુમાર રાવ અને અલાયા એફની વચ્ચે મસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. રિલીઝની સાથે આ ગીતે ફેન્સનું દિલ જીતી લીધુ છે.

આમ, આ ગીત જાણીતા સિંગર નૌટિયાલ અને તુલસી કુમારે અવાજ આપ્યો છે. આ સિવાય તનિષ્ક બાગચીએ આ ગીતને કમ્પોઝ કર્યુ છે.આમ, તમને જણાવી દઇએ કે હીરાનંદાની નિર્દેશનમાં બનેલી ફિલ્મ શ્રીકાંતની ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિક છે.

જેની ભુમિકા રાજકુમાર રાવ પ્લે કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ થયુ છે જેમાં દર્શકોની તરફથી જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અલાયા એફ સિવાય એક્ટ્રેસ જ્યોતિકા મુખ્ય ભુમિકામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.