Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ બીજી વાર ડીપ ફેકનો ભોગ બની

(જૂઓ વિડીયો) મુંબઇ, બોલીવૂડની હિરોઈનોના ડીપ ફેક વીડિયોનો સિલસિલો ચાલ્યો છે. આલિયા ભટ્ટ બીજી વાર ડીપ ફેકનો ભોગ બની છે. કોઈએ મૂળ વામિકા ગબ્બીના ઓરિજિનલ વીડિયોમાં ચેડાં કરી તેના પર આલિયાનો ફેસ મોર્ફ કરી દીધો હતો.

થોડા દિવસો પહેલાં જ સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ ‘હીરા મંડી’નું પ્રિમિયર યોજાયું હતું. તેમાં વામિકા ગબ્બી લાલ રંગની સાડીમાં સજ્જ થઈને હાજર રહી હતી.

આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી. વામિકાએ પોતાના પરિધાનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે ભારે વાયરલ પણ થયો હતો. લોકોએ ઓટીટીની ટોચની સ્ટાર ગણાતી વામિકાના વીડિયો તથા લાલ સાડીમાં તેના લૂક્સના બહુ વખાણ કર્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.