Western Times News

Gujarati News

ખેડા જિલ્લાકક્ષાની સ્કૂલ ગેમ્સ અન્ડર ૧૪,૧૭, ૧૯ જુડો અને કુસ્તી સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા સંચાલિત શાળાકીય જિલ્લાકક્ષા અન્ડર ૧૪,૧૭,૧૯ જુડો અને કુસ્તી (ભાઈઓ-બહેનો) સ્પર્ધા – ૨૦૨૪-૨૫” નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, મરિડા ભાગોળ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના ૩૦૦થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ બતાવ્યુ હતું. આ સ્પર્ધામાંથી પ્રથમ નંબરે વિજેતા થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. જે જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ, મરીડા-ભાગોળ, નડીઆદ, જિ. ખેડાની યાદીમાં જણાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.