Western Times News

Gujarati News

સ્કૂલ ગેમ્સ ફેડરેશન અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી ભાઈઓ બહેનોની સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગત ફૂટબોલની અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા ફૂટબોલ સ્પર્ધા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી અમદાવાદ ગ્રામ્યએ ઉપસ્થિત રહીને ખિલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.