સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 16મી ફેબ્રુઆરીએ મતદાનઃ 18મીએ મતગણતરી
રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે.
૪ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, ૧૬ ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે, અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫એ મતગણતરી થશે. આ ચુંટણીમાં ૨૭%ૅમ્ઝ્ર અનામતનો અમલ કરવામાં આવશે.
આ ચૂંટણી ૧ મનપા, ૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ ૨૧૭૮ બેઠકો પર મતદાન થશે.અમદાવાદની બાવળા,સાણંદ,ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ,મહિસાગરની લુણાવાડા, સંતરામપુર,
બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ,પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુર,મહેસાણાની ખેરાલુ, વડનગર,બનાસકાંઠાની ધાનેરા, વડોદરાની કરજણ,છોટાઉદેપુર, દાહોદની ઝાલોદ અને દેવગઢ બારિયા,પંચમહાલની કાલોલ, હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, જામનગરની જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા, ભાણવડ પાલિકાની યોજાશે.
ઉપરાંત જૂનાગઢની બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી પાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાશે. જૂનાગઢની માંગરોળ, ચોરવાડ, ગીર સોમનાથના કોડીનાર, કચ્છની રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. અમરેલીની લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી જાહેર થશે. ભાવનગરની સિહોર, ગારિયાધાર, તળાજા પાલિકાની ચૂંટણી યોજાશે.
તદપરાંત રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, ઉપલેટા, ધોરાજી પાલિકાની પણ ચૂંટણી યોજાશે. મોરબીની હળવદ પાલિકાની પણ ચૂંટણી યોજાશે, પોરબંદરની કુતિયાણા, રાણાવાવ પાલિકા ઉપરાંત બોટાદ, મોરબીની વાંકાનેર પાલિકાની પેટાચૂંટણી યોજાશે, કુલ ૬૯ પાલિકા અને ૧ મહાનગર પાલિકની ચૂંટણીની ટાઇમ ટેબલ આજે જાહેર થયું છે.