Western Times News

Gujarati News

ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન વા.ચેરમેન ચૂંટાયા

ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ પટેલ અને વા.ચેરમેન તરીકે રમેશભાઈ પરમાર ચૂંટાયા

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સહુ પ્રતિનિધિઓને ચેરમેન વાઇસ ચેરમેન માટે મત આપવા જણાવાયું હતું.તે મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા જિલ્લા સહકારી સંઘમાં મેન્ડેટ મુજબના ઉમેદવારો પૈકી

ચેરમેન પદે રાજેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ,વાઈસ ચેરમન પદે રમેશભાઈ પૂજાભાઈ પરમાર,માનંદમંત્રી અર્જુનસિંહ જેસંગભાઈ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારી ચૂંટાયા હતા.આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહુ ચૂંટાયેલા પદાધિકારી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સહકારની ભાવનાથી સહુને કામ કરવા શીખ આપી હતી.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહકારના સિદ્ધાંતને બળ મળે તેવી માર્ગદર્શક વાત કરતા જણાવ્યું હતું કે,સહકાર થી સહુનો વિકાસ થાય,ગામડા મજબૂત બને અને નવ યુવાનોને સહકારની તાલીમ મળી રહે તેવા પ્રયત્નો પર ભાર મુક્યો હતો સહકારી સંઘના નવા ચૂંટાયેલા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે પાર્ટીના નેતૃત્વ અને પોતાનામાં વિશ્વાસ મૂકી પદ ગ્રહણ કરાવનારા સંગઠન સહિત સહુ સભ્યોનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.