Western Times News

Gujarati News

ત્રણ વખત તલાક બોલી દેવાથી તલાક નથી થઈ જતાઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે અરજદારોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિત જવાબ આપવા માટે કહ્યું

(એજન્સી)નવી દિલ્હી, ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જોરશોરથી ચર્ચા થઈ હતી. આ ચર્ચા એ અરજીને લઈને થઈ હતી જેમાં ટ્રિપલ તલાકને લઈને કેન્દ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો છે. આ ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ કાયદા અંગે સંપૂર્ણ વિગતો માંગી છે.

આ ઉપરાંત ટ્રિપલ તલાકને લઈને દેશભરમાં કેટલી એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે જણાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે ડેટાની તપાસ કરીશું. કોઈ પણ વકીલ ટ્રિપલ તલાકની પ્રથાની માન્યતાનો બચાવ કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું છે પરંતુ અમારી સામે સવાલ એ છે કે શું તેને ગુનાહિત બનાવી શકાય છે. ખાસ કરીને જ્યારે આ પ્રથા પોતે જ પ્રતિબંધિત છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક જ વારમાં ત્રણ વાર તલાક બોલીને કોઈ વ્યક્તિ કોઈની પાસેથી તલાક લઈ શકે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી ૧૭ માર્ચ પછી થશે. કોર્ટે અરજદારોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિત જવાબ આપવા માટે પણ કહ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) સંજીવ ખન્નાએ કહ્યું કે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ચાલુ રહે છે, તે સમાપ્ત થતો નથી, આ પ્રક્રિયા અપરાધ છે.

શીખ, જૈન, બૌદ્ધ વગેરે હિંદુ લગ્ન એક્ટ હેઠળ આવે છે. અમારી પાસે વૈધાનિક કૃત્યો છે. મને નથી લાગતું કે કોઈ પણ વકીલ ટ્રિપલ તલાકની પ્રથાને સમર્થન આપશે પરંતુ આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે શું તેને ફોજદારી બનાવી શકાય છે, જ્યારે આ પ્રથા પર પ્રતિબંધ છે અને એક જ વારમાં ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા મેળવી શકાતા નથી.

કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આવી તમામ અરજીઓનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે ટ્રિપલ તલાક માત્ર મૌખિક જ નથી પણ સંબંધ તોડી નાખે છે, તમે કહો કે બીજી મિનિટથી તમે મારી પત્ની નથી. આ એક દુર્લભ બંધારણીય સુધારો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ હાલમાં ટ્રિપલ તલાક પર કેન્દ્ર સરકારના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે,

આ કાયદા દ્વારા સરકારે ટ્રિપલ તલાકને અપરાધના દાયરામાં લાવીને ત્રણ વર્ષની જેલની જોગવાઈ કરી છે. વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા સજાને જીઝ્રમાં પડકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે જીઝ્રમાં જવાબ દાખલ કરીને આ કાયદાનો બચાવ કર્યો છે.

સરકારનું કહેવું છે કે જીઝ્ર દ્વારા ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવા છતાં તેના પર પ્રતિબંધ લાદી શકાયો નથી. કોર્ટના નિર્ણય પછી પણ, દેશભરમાં સેંકડો ટ્રિપલ તલાકના મામલા સામે આવ્યા છે, આવી સ્થિતિમાં, જીઝ્રના નિર્ણયનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા માટે કાયદાની જરૂર હતી. તેણે તેને રોકવામાં મદદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.