Western Times News

Gujarati News

માલપુર તાલુકાની જાલમખાંટ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરાઈ

અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકાની જાલમખાંટ પ્રાથમિક શાળા(ઠાકોરવાસ)માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગરબા,ગુજરાતી ગીત, તથા એકપાત્ર અભિનય નું આયોજન પ્રજાપતિ જાગૃતિબેન શંકરલાલ તથા ખાંટ દીપીકાબેન ના સહકાર થી કરવામાં આવ્યું હતું.

જેમાં મોડાસા સંગીની હોમ્સ સોસાયટી માંથી સુભાષભાઈ દ્વારકાદાસ સોની તરફથી પાણીની બોટલ આપવામાં આવી હતી.તથા નટુભાઈ રેવાભાઈ પટેલ(સાયરા) તરફથી સ્વેટર આપવામાં આવ્યા હતા  તથા જયંતિભાઈ બહેચરભાઈ પટેલ(પહાડપુર)તરફથી ગરમ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ અમરાભાઈ, ભરતભાઈ, બાલુભાઈ, ભેમભાઈ(માસ્તર) ,સુનિલભાઈ વગેરેએ કાર્યક્રમમાં સહકાર આપેલ જમીન ના દાતા રમણભાઈ મસુરભાઈ એ સહકાર આપેલ શાળા ના આચાર્ય  એમ.બી.પટેલ એ સૌનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.