પાચનની ગોળીઓના ઓઠા હેઠળ મોર્ફિનયુક્ત દવા ઓસ્ટ્રેલિયા મોકલતા આરોપીને રાહત નહીં

અરજદાર વતી રજૂઆત કરાઈ હતી કે અરજદાર આયુર્વેદિક દવાઓ અને પુરુષોના સેક્સ પાવર વધારતી દવાઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરે છે
અમદાવાદ, પાચનની ગોળીઓના ઓઠા હેઠળ મોર્ફિનયુક્ત દવાઓ ઓસ્ટ્રેલિયા મોકલતા આરોપીને રાહત આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યાે છે અને એની વિરુદ્ધ NDPSના કાયદા હેઠળની કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યાે છે. આ કેસની હકીકત મુજબ વર્ષ ૨૦૨૨ માં મયંક શાહ નામની વ્યક્તિ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં NDPS હેઠળ કેસ થયો હતો.
તેને રદ કરવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ વેજલપુરથી ઓસ્ટ્રેલિયા કુરિયરમાં જતી ફ્‰ટ ગોળીઓ જેવી કે દ્રાક્ષવટી, હાજમા ગોળી, અનારદાના વગેરેના લેબલ વાળી દવાઓનું બોક્સ ઝડપ્યું હતું. જેનું એનાલિસિસ કરાતા તેમાંથી મોર્ફિન મળી આવ્યું હતું. આ પદાર્થ છ કિલો જેટલો થવા જતો હતો. આરોપી અફીણના ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાનું નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોનો દાવો હતો.
અરજદાર વતી રજૂઆત કરાઈ હતી કે અરજદાર આયુર્વેદિક દવાઓ અને પુરુષોના સેક્સ પાવર વધારતી દવાઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરે છે. નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ વાત ધ્યાને લેવી જોઈએ કે આવી દવાઓમાં અફીણનું તત્વ મોર્ફિન આવે જ છે. વળી, આરોપી આ દવાઓનું કોઈ ઉત્પાદન કરતો ન હતો. આવી દવાઓમાં ૦.૨ ટકા મોર્ફિન હોય જ છે. મેડિકલ ઉપયોગ માટે પણ અફીણ ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. આ એક મેડિકલ ડ્રગ છે.
અરજદારને ખબર નહોતી કે આ પ્રતિબંધિત વસ્તુ છે. આરોપી ફક્ત એક વ્યક્તિ પાસેથી ગોળીઓ ખરીદી ઓસ્ટ્રેલિયા મોકલતો હતો. જો તેને ખબર હોત કે તેમાં મોર્ફિન છે, તો પણ તે ડ્રગ્સ અને કોસ્મેટિક અંતર્ગત તે દવા છે. આ દવા આયુર્વેદિક સિધ્ધ, આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં વપરાય છે. આ ફક્ત મિસ બ્રાન્ડિંગનો કેસ છે. NCB દલીલ કરી હતી કે આરોપીના કબજા માંથી ૩.૨૨ કિલો જેટલું અફીણ મળ્યું છે. જે કોમર્શિયલ ક્વોન્ટિટી ૨.૫ કિલોથી વધુ છે.
કેસમાં એવો સવાલ ઊભો થયો હતો કે જો આરોપી કામિની વિદ્રાવણ રસ મોકલતો હતો તો પછી ફ્‰ટ ગોળીઓનું નામનું લેબલ કેમ લગાવવામાં આવ્યું હતું ? આવા પ્રકારના ડ્રગ ઉપર ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ છે. આયુર્વેદિક દવાના નામે તપાસ એજન્સીઓ અને કોર્ટને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. કોર્ટે આરોપીની અરજી રદ કરતા નોધ્યું હતું કે FSL તપાસમાં પણ આરોપી પાસેથી પકડાયેલા દ્રવ્યમાંથી મોર્ફિન મળી આવ્યું છે. તપાસ એજન્સીએ CCTV ફૂટેજ, કોલ ડેટા રેકો‹ડગ, ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વગેરે બાબતો કોર્ટ સમક્ષ મૂકી છે. આ કેસમાં ટ્રાયલ ચાલુ છે. આરોપી પાસે આવી કોઈ પણ દવાનું ઉત્પાદન ખરીદ કે વેચાણનું લાઇસન્સ નહોતું.ss1