Western Times News

Gujarati News

ગાંધીનગર મ્યુનિ. કોર્પો.ના 25 કરોડના ગ્રીન બોન્ડનું ગિફ્ટ સિટી ખાતે લિસ્ટીંગ

Ahmedabad, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹25 કરોડના ગ્રીન બોન્ડનું ગિફ્ટ સિટી ખાતે આયોજિત સમારોહમાં પરંપરાગત રીતે ‘સેરેમોનિઅલ બેલ’ વગાડીને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં લિસ્ટીંગ કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પછી સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી સિટી ડેવલપમેન્‍ટની નેમ સાથે બોન્ડ ઇસ્યુ કરનાર ગાંધીનગર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે.

બોન્ડ થકી એકત્રિત થયેલ ભંડોળનો ઉપયોગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણપ્રિય વિકાસના ધ્યેયને સાકાર કરતા ‘ગ્રીન પ્રોજેક્ટ્સ’ની અસરકારક કામગીરીની સાથોસાથ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરીજનોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા વિકાસ કામો માટે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.