કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યની ૬૩૮ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

ચંદીગઢ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમ સિંહ છોકર અને તેમની સાથે જોડાયેલી કંપનીઓની ૫૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો ૬૩૮ કરોડ રૂપિયાને વટાવી ગયો છે. આ કેસ મહિરા ઈન્ફ્રાટેક લિમિટેડ, જે અગાઉ સાઇ આઈના ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતો હતો અને ધર્મ સિંહ છોકરના સહયોગીઓ સાથે જોડાયેલો છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં ગુરુગ્રામના સેક્ટર ૬૮, ૧૦૩ અને ૧૦૪માં ફેલાયેલી ૩૫ એકર જમીન, રહેણાંક અને વાણિÂજ્યક મિલકતોનો સમાવેશ થાય છે. Former Haryana Congress MLA Dharam Singh Chhokar
અહેવાલો અનુસાર, આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બનાવટી બેન્ક ગેરંટી રજૂ કરીને ગુરુગ્રામમાં સસ્તા આવાસ પ્રોજેક્ટ્સ માટે લાઈસન્સ મેળવ્યા હતા. આ પ્રોજેક્ટ્સના નામે લગભગ ૩,૭૦૦ લોકો પાસેથી ૬૧૬ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
તેમ છતાં કંપનીએ સમયસર ઘર સોંપ્યા ન હતા અને ભંડોળનો કથિત રીતે દુરુપયોગ કરાયો હતો. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીના ડિરેક્ટરો અને પ્રમોટરોએ બનાવટી બાંધકામ ખર્ચ બતાવીને તેમની સહયોગી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત ખરીદદારો પાસેથી એકત્ર કરાયેલા ભંડોળને જૂથની અન્ય કંપનીઓને લોન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઈડીએ ગુરુગ્રામની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેની કોર્ટે નોંધ લીધી છે. અગાઉ, ફેબ્રુઆરી અને માર્ચમાં ૮૧ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.