Western Times News

Gujarati News

ન્યુયોર્કમાં ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શરમજનક સ્થિતિમાં મુકાયા

ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં તેવો જયારે ન્યુયોર્ક પહોંચ્યા ત્યારે તેમની કારને ન્યુયોર્ક સિટી પોલીસે તેમની કારને અટકાવી હતી.તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે તેમની કાર બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જોવડાવવામાં આવી હતી.

ઇમેન્યુઅલ મેક્રોનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મેક્રોનજેવા જ યુએન હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રસ્તા પર ફસાઈ જાય છે. જયારે એક પોલીસ અધિકારી તેમને અટકાવે છે અને કહે છે કે મને ખૂબ જ દુઃખ છે, રાષ્ટ્રપતિ પરંતુ બધું જ બંધ છે.ઇમેન્યુઅલ મેક્રોને આ સમસ્યાને ઉકેલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરે છે.

તેમજ કહે છે કે હું અત્યાર રોડ પર છું. કારણ કે તમે બધું રોકી દીધું છે. જોકે, તેની બાદ પણ મેક્રોને રાહ જોવી પડી હતી. તેની બાદ તે પોતાના બોડીગાર્ડસ સાથે રોડ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. જયારે પગપાળા જતા લોકો માટે રોડ ખોલવા આવ્યો ત્યારે તે ચાલીને નીકળ્યા હતા.ફાંસના રાષ્ટ્‌ર્પતિ મેક્રોનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

જેની પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. જેમાં એક યુઝર્સે લખ્યું છે કે, આ કોઈ ઘટના નથી શક્તિનું પ્રદર્શન છે. જ્યારે વિશ્વના નેતાઓને ટ્રમ્પને રસ્તો આપવા રોકવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મેક્રોન સાથે વ્યવહાર નવા પોલ બાદ થયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં તેમની લોકપ્રિયતા અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં મોટા સંકટનો સામનો કરી રહેલા મેક્રોનનું એપ્›વલ રેટિંગ ૧૭ ટકા સુધી ઘટી ગયું છે. જે વર્ષ ૨૦૧૭ માં પદ સંભાળ્યા બાદનું સૌથી ઓછું રેટિંગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.