Western Times News

Gujarati News

રૂપિયા ૧.૫૦ લાખ કરોડના બિટકોઇન ભૂલમાં ટ્રાન્સફર કર્યાં

ક્રિપ્ટો એક્સચેન્જનો છબરડો

બિથમ્બને પોતાની ભૂલની જાણ થતાં જ કંપનીએ ૩૫ મિનિટની અંદર ટ્રેડિંગ અને વિથડ્રાલ પર રોક લગાવી દીધી

સિઓલ, ક્રિપ્ટોની દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે, જે સપના જેવી લાગે. દક્ષિણ કોરિયાના મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિથમ્બ પર એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર એક માનવીય ભૂલને કારણે ૨૪૯ લોકો રાતોરાત કરોડપતિ બની ગયા, કેમ કે ક્રિપ્ટો એક્સચેંજે ભૂલથી તેમના ખાતામાં રૂ ૧,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ના મૂલ્યના બિટકોઇન ટ્રાન્સફર કરી દીધા હતા. પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન થયેલી આ ભૂલના કારણે એક્સચેન્જ મુશ્કેલીમાં મૂકાઇ ગયું હતું, અને તેના કારણે થોડા સમય માટે આખા ક્રિપ્ટો માર્કેટને પણ હચમચી ગયું હતું.

હકીકતમાં, બિથમ્બે એક પ્રમોશનલ ઇવેન્ટ હેઠળ યુઝર્સને ઇનામ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરમિયાન એક કર્મચારી પાસેથી મોટી ટાઇપિંગ ભૂલ થઈ ગઈ. કોરિયન વોનની જગ્યાએ ચુકવણી યુનિટમાં ભૂલથી મ્્‌ઝ્ર (બિટકોઇન) ટાઇપ થઈ ગયું. પરિણામે શુક્રવાર સાંજે લગભગ ૭ વાગ્યે ૨૪૯ યુઝર્સના ખાતાઓમાં કુલ ૬,૨૦,૦૦૦ બિટકોઇન ટ્રાન્સફર થઈ ગયા.આ ભૂલના કારણે દરેક યુઝરને સરેરાશ આશરે ૨,૪૯૦ બિટકોઇન મળ્યા. તે સમયે એક યુઝરને મળેલા બિટકોઇનની કિંમત અંદાજે ૧૬૬ મિલિયન ડોલર (લગભગ ૧,૫૦૦ કરોડ રૂપિયા) હતી.

એટલી મોટી રકમ એકસાથે ખાતામાં જોઈને ઘણા યુઝર્સ ચોંકી ગયા, જ્યારે કેટલાકે તકનો લાભ લઈને બિટકોઇન વેચી પણ દીધા હતા.જેમજ યુઝર્સે તરત જ બિટકોઇન વેચવાનું શરૂ કર્યું, તેમ બજારમાં અચાનક સપ્લાય વધી ગઈ અને બિટકોઇનની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો. આ ઘટાડો ભલે થોડા સમય માટે રહ્યો, પરંતુ તેણે એક્સચેન્જની કાર્યપદ્ધતિ અને સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.બિથમ્બને પોતાની ભૂલની જાણ થતાં જ કંપનીએ ૩૫ મિનિટની અંદર ટ્રેડિંગ અને વિથડ્રાલ પર રોક લગાવી દીધી. એક્સચેન્જના જણાવ્યા મુજબ, તેમણે સફળતાપૂર્વક ૬,૧૮,૨૧૨ બિટકોઇન પાછા મેળવી લીધા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.