Western Times News

Gujarati News

ટીમ ઈન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

૧૮ ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્‌સ સામે આગામી મેચ

(એજન્સી)અમદાવાદ, આઈસીસી ટી-ર૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારત અને નેધરલેન્ડ્‌સ વચ્ચે બુધવારે (૧૮ ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ત્યારે આ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે.

અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું ફેન્સે ભવ્ય સ્વાગત કરાયું છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટથી સીધા વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટી-ર૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી જીત હાંસલ કરી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી પોતાની ત્રણ મેચોમાં યુએસ, નામીબિયા અને પાકિસ્તાનને માત આપી છે. ૧૫ ફેબ્રુઆરીએ પાકિસ્તાનને હરાવતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ગ્રુપ છથી સુપર ૮માં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ છની પોતાની છેલ્લી મેચ નેધરલેન્ડ્‌સ વિરૂદ્ધ અમદાવાદમાં રમવાની છે. આ મેચનું પરિણામ ટીમ ઈન્ડિયાના સુપર ૮ની મેચો પર કોઈપણ રીતે અસર નહીં કરે.

જોકે, નેધરલેન્ડ્‌સ સાથે ટીમ ઈન્ડિયાને ટક્કર મળવાની શક્્યતાઓ છે. નેધરલેન્ડ્‌સે પાકિસ્તાનને ટક્કર આપી હતી પરંતુ છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હાઈ-વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર, મેચ સાંજે ૭ઃ૦૦ વાગ્યે શરૂ થશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારા આ મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમ ખીચોખીચ ભરેલો રહેવાની આશા છે.

આ ટૂર્નામેન્ટની ૩૬મી મેચ હશે અને ગ્રુપ-એની છેલ્લી મેચ હશે. પાકિસ્તાન વિરૂદ્ધ મળેલી મોટી જીત બાદ ભારતીય ટીમનો ઉત્સાહ આસમાને છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચનો ઉપયોગ પોતાની બેંચ સ્ટ્રેન્થને અજમાવવા અથવા ખેલાડીઓને લયમાં રાખવા માટે કરી શકે છે. કેટલાક ખેલાડીઓ એવા છે, જેને હજુ સુધી પ્લેઈંગ ઇલેવનમાં મોકો નથી મળ્યો.

ટીમ ઈન્ડિયાને એકસ ગ્રુપમાં રખાયું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા અને વેસ્ટઈન્ડીઝની ટીમ પણ સામેલ છે. આ ગ્રુપને ગ્રુપ ઓફ ડેથ પણ કહેવામાં આવે છે. આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયાને ઠ૧, ઓસ્ટ્રેલિયાને ઠ૨, વેસ્ટઈન્ડીઝને ઠ૩ અને સાઉથ આફ્રિકાને ઠ૪ નામ અપાયું છે. પોઈન્ટ ટેબલના અનુસાર, સુપર ૮ની પહેલી મેચ ટીમ ઈન્ડિયા ઠ૪ એટલે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમી શકે છે. આ મેચ ૨૨ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.