Western Times News

Gujarati News

ઈઝરાયેલ-USના સૈન્ય ઠેકાણાં પર હુમલા ચાલુ રાખીશું

ઈરાનના રાષ્ટ્રપતિની ચેતવણી ચીને તાત્કાલિક સીઝફાયર અને પ્રાદેશિક સંઘર્ષ રોકવા માટે વાતચીત શરૂ કરવા અપીલ કરી

તહેરાન,ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ‘આકરા હુમલા ચાલુ રાખશે’. તેમણે ઈરાનની સરકારી ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં ભારપૂર્વક કહ્યું કે દેશ સુપ્રીમ લીડરના પગલે ચાલવા કટિબદ્ધ છે અને ઈરાની સેના દુશ્મનોના મિલિટરી બેઝને તબાહ કરવાનું ચાલુ રાખશે.

આ દરમિયાન, ઈરાનના સમર્થનમાં ઉતરેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, એક સાર્વભૌમ દેશમાં નેતાની જાહેરમાં હત્યા કરવી તે સંપૂર્ણપણે ખોટું છે. ચીને તાત્કાલિક સીઝફાયર અને પ્રાદેશિક સંઘર્ષ રોકવા માટે વાતચીત શરૂ કરવા અપીલ કરી છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પેઝેશ્કિયનને શોક સંદેશ પાઠવતા આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવીય નૈતિકતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પુતિને ખામેનેઈને એક મહાન નેતા તરીકે યાદ કરતા કહ્યું કે રશિયા અને ઈરાનના સંબંધો મજબૂત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

તહેરાનમાં થયેલા આ હુમલા બાદ ઈરાનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને સંરક્ષણ મંત્રાલયે ‘વળતા પ્રહાર’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજકીય વિશ્લેષકોના મતે, રશિયા અને ચીનનું ખુલ્લું સમર્થન પશ્ચિમ એશિયામાં એક નવું સૈન્ય ધ્›વીકરણ સર્જી શકે છે, જેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલના પુરવઠા પર પડવાની ભીતિ છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં વધતી હિલચાલને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. બીજી તરફ, અમેરિકાએ તેના દૂતાવાસોને હાઈ એલર્ટ પર રાખ્યા છે અને ઈઝરાયેલે સરહદો પર સુરક્ષા અભેદ્ય બનાવી દીધી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.