Western Times News

Gujarati News

‘સ્પાઈડરમેન’ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગ!

મુંબઈ, ભારતમાં લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહેલા સાઉથ સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

ત્યારે આ વચ્ચે હવે હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગે ચાહકોને ચોંકાવી દીધા છે. ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા જે માર્વેલની ‘સ્પાઈડરમેન’ના પોપ્યુલર પીટર અને એમજે છે, તેમના ફાઈનલી લગ્ન થઈ ચૂક્યા છે.

તેમના લગ્નનો ઘટસ્ફોટ એક્ટ્રેસના સ્ટાઈલિસ્ટ લા રોચે લોસ એન્જલસમાં આયોજિત ૨૦૨૬ એક્ટર્સ એવોડ્‌ર્સ દરમિયાન કર્યાે છે. ગ૧ માર્ચના રોજ લા રોચે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ સમાચારની પુષ્ટિ કરી હતી.લા રોચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘લગ્ન પહેલા જ થઈ ચૂક્યા છે, તમે મિસ કરી દીધા.’ જ્યારે ઝેન્ડયાના સ્ટાઈલિશને પૂછવામાં આવ્યું કે, ‘શું આ સાચું છે? તો તેણે પુષ્ટિ કરતા કહ્યું કે, હા, બિલકુલ સાચું છે.

થેન્ક્યુ સો મચ.’ લા રોચની આ ખુલાસાથી ત્યાર હાજર તમામ લોકો ચોંકી ગયા. ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગનો ખુલાસો ખૂબ મોટો ઈવેન્ટ બની ચૂક્યો છે. જોકે, ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ હજું સુધી આ મુદ્દે કોઈ ઓફિશિયલ અનાઉસમેન્ટ અથવા પોસ્ટ નથી કરી. પરંતુ લા રોચની વાત પરથી પીટર અને એમજેના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે. તેમના માટે આ ન્યૂઝ કોઈ મોટા સરપ્રાઈઝથી ઓછા નથી.

ઝેન્ડયાના સ્ટાઈલિશના આ ખુલાસા બાદ લોકો હવે એક્ટ્રેસના તાજેતરના ફોટોઝને વધુ ઝીણવટપૂર્વક નોટિસ કરવા લાગ્યા છે. ચાહકોનું માનવું છે કે ઝેન્ડયા હવે પોતાની સગાઈની રિંગના બદલે ગોલ્ડ બેન્ડ પહેરે છે, જે તેના લગ્નના સમાચારની પુષ્ટિ કરે છે.

એક યુઝરે લખ્યું, ‘ઝેન્ડયાએ પોતાની સગાઈની રિંગના બદલે સાદી સોનાની રિંગ પહેરવાનું શરૂ કર્યું છે, તો આ વાત સાચી લાગી રહી છે. મને ખુશી છે કે તેને પ્રાઈવસી મળી.’ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા પોતાના સબંધોને લઈને હંમેશા ખૂબ પ્રાઈવેટ રહ્યા છે. બંને ખૂબ જ ઓછી વખત એક સાથે રોમાન્ટિક થતા સ્પોટ થયા છે.

પરંતુ બંનેના મોમેન્ટ્‌સ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. બંને છેલ્લા ઘણા વર્ષાેથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. એવા અહેવાલો સામે આવ્યા હતા કે બંનેએ સાથે રહેવાનું પણ શરૂ કરી દીધું છે. હવે તેમના લગ્ન ચાહકો માટે એક મોટી ટ્રીટ સાબિત થઈ છે.

ટોમ અને ઝેન્ડયા ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ હોમકમિંગ’ દરમિયાન મળ્યા હતા. આ વચ્ચે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી. હવે બંને ટૂંક સમયમાં આ વર્ષે બે મોટી ફિલ્મો ક્રિસ્ટોફર નોલનની ‘ધ ઓડેસી’ અને માર્વેલની ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’માં નજર આવશે, જે બંને એક જ મહિનામાં જુલાઈમાં રિલીઝ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.